શાળાઓ બંધ રહેવાથી ભારતને 40 અબજ ડોલરનું નુકસાન : વર્લ્ડ બેંક

– 55 લાખ વિદ્યાર્થી હંમેશા માટે અભ્યાસ છોડે તેવી ભીતી

કોરોનાના કારણે શાળાઓ બંધ રહી તેનાથી ભારતને 40 અબજ ડોલરનું નુકસાન થશે. દક્ષિણ એશિયામાં લગભગ 62 અબજ ડોલરનું નુકસાન થશે. જો હજુય શાળાઓ ચાલુ નહીં થાય તો કદાચ નુકસાની 88 અબજ ડોલર સુધી પહોંચી જાય તો પણ નવાઈ પામવા જેવું નહીં રહે એવું વર્લ્ડ બેંકના એક અહેવાલમાં કહેવાયું છે.

વર્લ્ડ બેંકે બીટેન ઓર બ્રોકન નામથી એક અહેવાલ રજૂ કર્યો હતો. એમાં દાવો થયો હતો કે ભારતમાં કોરોનાના કારણે સ્ટડી બંધ છે,તેનાથી ભારતને 40 અબજ ડોલરનું નુકસાન થશે.

સાઉથ એશિયન દેશોમાં શિક્ષણ બંધ રહેવાથી 62.2 અબજ ડોલરનું નુકસાન થાય તેવો અંદાજ બાંધવામાં આવ્યો હતો. જો હજુ પણ શાળાઓ બંધ રહેશે તો નુકસાનીનો આંકડો 88 અબજ ડોલરને પાર કરી જશે, સૌથી વધુ નુકસાન ભારતને થઈ રહ્યું છે એવું તારણ અહેવાલમાં રજૂ થયું હતું.

એ ઉપરાંત બાળકોના શિક્ષણમાં જે અસર થઈ છે અને જે નુકસાન થયું તે અલગ. મોટાભાગના દેશોના જીડીપીમાં પણ તેની અસર દેખાશે. અહેવાલ પ્રમાણે : એશિયન દેશોએ અત્યાર સુધીના સૌાૃથી ખરાબ સમયમાંથી પસાર થવું પડયું છે. આ વર્ષમાં વિનાશકારી પ્રભાવ પડયો છે. દક્ષિણ એશિયાના દેશોના આૃર્થતંત્ર પર કોરોનાની ખૂબ જ દુરગામી અસરો થશે.

રીપોર્ટમાં કહેવાયું હતું કે શાળા-કોલેજો બંધ રહેવાથી બાળકો પર પણ તેની ગંભીર અસરો પડી રહી છે. આ દેશોમાં પ્રાથમિક અને માધ્યમિકસ્તરે લગભગ 39 કરોડ કરતાં વધુ વિદ્યાર્થીઓ સ્ટડી કરી રહ્યાં છે. એમાંથી 55 લાખ વિદ્યાર્થીઓ હંમેશા માટે અભ્યાસ મૂકી દે એવી પણ દહેશત છે.

અહેવાલમાં એવો પણ ઉલ્લેખ કરાયો હતો કે મોટાભાગના દેશોએ શિક્ષણ માટે સારા પગલાં ભર્યા છે, પરંતુ બાળકો ઓનલાઈન સ્ટડી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે એ પણ હકીકત છે. રીપોર્ટમાં એવી ચિંતા વ્યક્ત કરાઈ હતી કે શાળા-કોલેજો બંધ છે એટલે બાળકો નવું શીખતા નથી, પરંતુ જે આવડે છે એ પણ ભૂલી જાય એવી શક્યતા છે. એ દિશામાં અલગ પ્રોજેક્ટ શરૂ કરવા શાળાઓએ વિચારવું જોઈએ એવું સૂચન કરાયું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.