નવા વર્ષની શરૂઆતમાં કોરોના વેક્સિન દેશમાં લોન્ચ થશેઃ આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન

કોરોનાનુ સંક્રમણ વેઠી રહેલા ભારતીયોને હવે કોરોનાની વેક્સિન ક્યારે લોન્ચ થાય તેનો ઈંતેઝાર છે.આ ઈંતેઝાર વહેલી તકે ખતમ થઈ શકે છે તેવા સંકેત કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને આપ્યા ચે.

આજે કેન્દ્રીય મંત્રીઓની મળેલી બેઠકમાં તેમણે આ અંગે જાણકારી આપતા કહ્યુ હતુ કે, આગમી વર્ષની શરુઆતમાં એક થી વધુ કોરોના વેક્સિન લોન્ચ થાય તેવી શક્કયતા છે.હાલમાં વેક્સિનના વિતરણ અંગે યોજના બનાવવામાં આવી રહી છે.હાલમાં ભારતમાં એક થી વધુ વેક્સિન બનાવવા માટે કામગીરી ચાલી રહી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનુ પણ કહેવુ છે કે, કોરોના વાયરસની વેક્સિન આગામી વર્ષે ઉપલબ્ધ થઈ શકે છે.હાલમાં દુનિયામાં 40 જેટલી કોરોના વેક્સિન બનાવવા માટે મથામણ ચાલી રહી છે.કેટલીક વેક્સિનની હાલમાં ટ્રાયલ લેવાઈ રહી છે.10 વેકિસનની તો ત્રીજી ટ્રાયલ ચાલી રહી છે.જેના સારા પરિણામો પણ મળ્યા છે.

હાલમાં કેન્દ્ર સરકારે વેક્સિનનો જથ્થો રાખી શકાય તેવા કોલ્ડ સ્ટોરેજ શોધવાનુ ચાલુ કરી દીધુ છે.જેથી આખા દેશમાં કોરોના વેક્સિન લોકોને આપી શકાય.આ માટે નિષ્ણાતોનુ એક જૂથ કૃષિ ક્ષેત્રની સરકારી અને ખાનગી કંપનીઓ સાથે વાત કરીર હ્યુ છે.આ સિવાય ફૂડ હોમ ડિલિવરી કરનાર કંપનીઓ સાથે પણ સંપર્ક કરાછઈ રહ્યો છે.જેથી તમામ લોકોને વેક્સિનેશન પ્રોગ્રામ હેઠળ આવરી લેવામાં આવે.

મોટાભાગે વેક્સિનને બે થી આઠ ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવે છે.કોરોના વેક્સિન પણ અન્ય વેક્સિનની જેમ પ્રવાહી સ્વરુપમાં હશે તેમ મનાઈ રહ્યુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.