SBIની ઓનલાઈન બેન્કિંગ સેવાઓ થઈ ગઈ ઠપ, 6 કરોડ ગ્રાહકોને આજે લાગ્યો ઝટકો

– જોકે, ATM અને POSમશીનો સેવા કામ કરી રહ્યાં છે

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઓનલાઇન બેંકિંગ સેવાઓ આજે ઠપ થઈ ગઈ છે. બેંકે એક ટ્વીટ કરી આ અંગે માહિતી આપી છે. જો કે, એટીએમ અને પીઓએસ મશીનોને અસર થઈ નથી.

બેંકે ટ્વિટમાં લખ્યું છે કે અમે અમારા ગ્રાહકોને વિનંતી કરીએ છીએ કે તેઓ અમારી સાથે રહે. ટૂંક સમયમાં સામાન્ય સેવા ફરી શરૂ થશે. બેંકે કહ્યું કે કનેક્ટિવિટીના મુદ્દાને કારણે ગ્રાહકોને ઓનલાઇન બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

 

SBIએ વધુમાં કહ્યું કે બપોર પહેલા સેવાઓ પુન : સ્થાપિત કરવામાં આવશે. ઘણા SBI ગ્રાહકોએ માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પરની આ અંગેની માહિતી આપી છે.

SBIની YONO એપ્લિકેશન વપરાશકારો પણ એપ્લિકેશન દ્વારા તેમના એકાઉન્ટ્સનો ઉપયોગ કરવામાં અસમર્થ છે. એક યુઝરે ટ્વિટર પર લખ્યું છે કે, ટ્વિટર પર બેંકે પોસ્ટ કરવાને બદલે, આ મહત્વપૂર્ણ નોટિસ તમામ ગ્રાહકોને એસએમએસ દ્વારા મોકલવી જોઈએ.

બીજા એક યુઝરે કહ્યું કે તેઓ ગઈકાલથી ઓનલાઇન બેંકિંગ વેબસાઇટ અને યુપીઆઈનો ઉપયોગ કરવામાં સમસ્યા આવી રહી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.