ગુંડાઓએ બાર અને રેસ્ટોરેન્ટ ખોલ્યા છે અને મંદિરોને બંધ રાખ્યા છે : મહારાષ્ટ્ર સરકાર પર કંગનાનો વાર

મહારાષ્ટ્ર સરકાર અને કંગના રનૌત વચ્ચે શરુ થયેલો સંગ્રામ બંધ થાવાનું નામ નથી લઇ રહ્યો. બંને તરફથી છેલ્લા ઘણા સમયથી સામસામા શાબ્દિક પ્રહારો થઇ રહ્યા છે. બંને વચ્ચેનું ઘર્ષણ રાષ્ટ્રીય મુદ્દો પણ બન્યું છે. તેવામાં ફરી એક વખત કંગના રનૌત મુંબઇ સરકાર પર કરેલા શાબ્દિક વારને કારણે ચર્ચામાં આવી છે. મુંબઇમાં મંદિર ખોલવાને લઇને જે સંગ્રામ ચાલી રહ્યો છે તેમાં હવે કંગના રનૌત પણ કૂદી છે.

કંગનાએ ટ્વિટ કરીને મહારાષ્ટ્ર સરકારની સરખામણી ગુંડા સરકાર સાથે કરી છે. માત્ર આટલું જ નહીં પણ મહારાષ્ટ્ર સરકારને સોનિયા સેના અને બાબર સેનાની ઉપમા પણ આપી છે. કંગનાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, એ જાણીને સારુ લાગ્યું કે માનનીય ગવર્નરે ગુંડા સરકરારને સવાલો કર્યા છે. ગુંડાઓએ  બાર અને રેસ્ટોરન્ટ્સને ખોલી છે પરંતુ મંદિરોને બંધ રાખ્યા છે. સોનિયા સેના બાબરની સેના કરતા પણ વધારે ખરાબ વર્તાવ કરી રહી છે.

કંગનાએ આ સાથે જ એક રીટ્વિટ કર્યુ છે. જેમાં મહારાષ્ટ્રના ગવર્નર દ્વારા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનેલખેલા પત્રની વાત છે. જેમાં ગવર્નરે ઉદ્ધવ ઠાકરેની5 મંદિરો ના ખોલવા બદલ આલોચના પણ કરી છે. ઉલ્લેખનીય છે કે કંગના સતત મહારાષ્ટ્ર સરકારનો વિરોધ કરી રહી છે. મુંબઇમાં કાલે પાવર ગ્રિડ ફેઇલ થઇ ત્યારે પણ કંગનાએ શિવસેનાની આલોચના કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.