નવ નવેમ્બરે રાજ્યસભાની 11 બેઠકો પર થશે મતદાન, ભાજપનું જોર વધારે

કોરોના મહામારી વચ્ચે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની રાજ્યસભાની 11 બેઠકો પર આગામી 9મી નવેમ્બરના રોજ મતદાન યોજાશે. આ બેઠકોમાં 10 ઉત્તર પ્રદેશ અને એક ઉત્તરાખંડની છે જે આગામી મહિને જ ખાલી થઇ રહી છે.

જે લોકો રાજ્યસભાના સાંસદ પદેથી આગામી 25મી નવેમ્બરના રોજ નિવૃત થઇ રહ્યા છે તેમાં કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી, અરૂણ સિંહ, નીરજ શેખર, છત્રપાલસિંહ યાદવ, રામ ગોપાલ યાદવ, રામ પ્રકાશ વર્મા, જાવેદ અલી ખાન, રાજારામ, વીરસિંહ અને પન્નાલાલ પુનિયાનો સમાવેશ થાય છે. જેઓ ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા.

જ્યારે કોંગ્રેસના ઉત્તરાખંડના રાજ્યસભાના સાંસદ રાજ બબ્બરનો કાર્યકાળ પણ 25મી નવેમ્બરના રોજ પુર્ણ થઇ રહ્યો છે. નિશ્ચિત તારીખ મુજબ 9મીએ મતદાન થશે અને સાંજે જ તેની મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. જ્યારે મતદાન માટેનું નોટિફિકેશન આગામી 20મી ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે. જે પણ સાંસદો નિવૃત થઇ રહ્યા છે તેમાં મોટા ભાગના સપાના છે.

ઉત્તર પ્રદેશમાં હાલ 395 ધારાસભ્યો છે, અને આઠ બેઠકો ખાલી છે જેમાં સાત બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. નવેમ્બરનામાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારે જીતવા માટે 37 મતોની જરૂર રહેશે. વર્તમાન સિૃથતિ અનુસાર ભાજપ પાસે 306 ધારાસભ્યો છે, જ્યારે અપના દલ પાસે નવ અને ત્રણ અપક્ષ ધારાસભ્યો છે જે ભાજપની સાથે છે.

સપાની પાસે 48, કોંગ્રેસના સાત, બસપાના 18 અને ઓમપ્રકાશ રાજભરની પાર્ટીના ચાર ધારાસભ્ય છે. ધારાસભ્યોના આંકડા મુજબ રાજ્યસભાની આઠથી નવ બેઠકો ભાજપને મળી શકે છે. જેનાથી નુકસાન સમાજવાદી પાર્ટીને થશે કેમ કે જે હાલ સાંસદો નિવૃત થઇ રહ્યા છે તેમાં મોટા ભાગના સપાના છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.