SRH vs CSK IPL Score: ચેન્નાઈ સુપરકિંગ્સ લીધો “બદલો”, સનરાઇઝર્સ હૈદરાબાદ 20 રને હરાવ્યું

દુબઇમાં ખેલાયેલી IPL 2020ની 29મી મેચમાં મંગળવારે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપરકિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ 20 રને હરાવ્યું છે. 168 રનનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર ડેવિડ વોર્નર 9 રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ બેટિંગમા આવેલો મનિષ પાંડે પણ 4 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી કેન વિલિયમ્સને સૌથી વધુ 57 રન કર્યા હતા. ચેન્નાઈ સુપરકિંગ્સ તરફથી સેમ કુર્રેન, શાર્દુલ ઠાકુર અને રવીન્દ્ર જાડેજાએ 1-1 જ્યારે ડ્વેન બ્રેવો અને કર્ણ શર્મા 2-2 વિકેટ લીધી હતી.

આ પહેલા ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને બેટિંગ લીધી હતી.. ચેન્નાઈએ પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો હતો. એન. જગદીશનની જગ્યાએ પિયુષ ચાવલાને ટીમમાં સ્થાન મળ્યું હતું. જ્યારે હૈદરાબાદે પોતાની ટીમમાં અભિષેક શર્માની જગ્યાએ શાહબાઝ નદીમને તક આપી હતી. ચેન્નાઈ સુપરકિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 20 ઓવરમાં 6 વિકેટે 167 રન કર્યા હતા.ચેન્નાઈ માટે શેન વોટ્સને 42 ને અંબાતી રાયુડુએ 41 રન કર્યા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 10 બોલમાં 25 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. હૈદરાબાદ વતી ખલીલ અહેમદ, ટી નટરાજન અને સંદીપ શર્માએ 2-2 વિકેટ લીધી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે ચેન્નાઇએ અત્યાર સુધીમાં સાતમાંથી પાંચ મેચ ગુમાવી દીધી છે અને હવે તે વિજયનાં માર્ગે પાછું ફરવા માટે તલપાપડ છે. હાલ તે ચાર પોઇન્ટ સાથે આઠ ટીમના ટેબલમાં સાતમા ક્રમે છે. તો, સનરાઇઝર્સની સ્થિતિ પણ બહું સારી નથી. તેણે સાતમાંથી ત્રણ મેચ જીતી છે અને છ પોઇન્ટ સાથે તે પાંચમા ક્રમે છે.

હૈદરાબાદની ટીમ 11: ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો (વિકેટકીપર), મનીષ પાંડે, કેન વિલિયમ્સન, વિજય શંકર, પ્રિયમ ગર્ગ, રાશિદ ખાન, સંદીપ શર્મા, ખલીલ અહેમદ, શાહબાઝ નદીમ અને ટી નટરાજન

ચેન્નાઈની ટીમ 11: શેન વોટ્સન, અંબાતી રાયુડુ, ફાફ ડુ પ્લેસીસ, એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, સેમ કરન, શાર્દુલ ઠાકુર, પિયુષ ચાવલા, કર્ણ શર્મા અને દિપક ચહર

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.