રેપના આરોપમાંથી વિદ્યાર્થિનીએ પલટી મારી, સ્વામી ચિન્મયાનંદ પર રેપનો આક્ષેપ કર્યો હતો

 કેન્દ્રીય પ્રધાન સ્વામી ચિન્મયાનંદ પર રેપનો આરોપ મૂકીને ખળભળાટ મચાવનારી કાયદાની વિદ્યાર્થિનીએ હવે પલટી મારી હતી. અગાઉ એણે એવી ફરિયાદ નોંધાવી હતી કે 2019ના સપ્ટેંબરની પાંચમીએ સ્વામીએ પાટનગર નવી દિલ્હીમાં મારા પર રેપ કર્યો હતો.

મંગળવારે સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટમાં નીકળેલી સુનાવણી દરમિયાન આ વિદ્યાર્થિનીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મેં ભૂતપૂર્વ પ્રધાનશ્રી પર એવો કોઇ આક્ષેપ કર્યો જ નથી જેની વાત બચાવ પક્ષના વકીલ કરી રહ્યા હતા. તરત સ્વામી ચિન્મયાનંદના વકીલે કોર્ટને કહ્યું હતું  કે આ વિદ્યાર્થિની વિરુદ્ધ ઇન્ડિયન ક્રીમીનલ પ્રોસિજર કૉડની 340 કલમ હેઠળ તત્કાળ કેસ નોંધવો જોઇએ. જસ્ટિસ પીકે રૉયે તરત પોતાના કાર્યાલયને આ સ્ટુડન્ટ વિરુદ્ધ કેસ નોંધવાનો આદે

આપ્યો હતો અને એની એક નકલ સ્વામીના વકીલને આપવાની સૂચના આપી હતી.

આ કેસની સુનાવણી હવે 15મી ઓક્ટોબર એટલે કે આવતી કાલે ગુરૂવારે થશે. સરકારી વકીલ અભય ત્રિપાઠીએ કહ્યું હતું કે આ વિદ્યાર્થિનીએ પાટનગર નવી દિલ્હીના લોધી કોલોની પોલીસ સ્ટેશનમાં સ્વામી ચિન્મયાનંદ વિરુદ્ધ રેપની ફરિયાદ લખાવી હતી અને ત્યારબાદ એના પિતાએ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પણ આ પ્રકારની ફરિયાદ લખાવી હતી. આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમની રચના કરાઇ હતી. એ ટીમ સમક્ષ પણ આ સ્ટુડન્ટે રેપની વાત પકડી રાખી હતી. તેથી ક્રીમીનલ પ્રોસિજર કૉડ અન્વયે સ્વામી સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

હવે આ યુવતી પોતાના અગાઉના નિવેદનમાંથી ફરી ગઇ હતી. એનો અર્થ એ થતો હતો કે એણે કરેલો રેપનો આરોપ ખોટો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.