ફ્રાન્સના પાટનગર પેરિસમા છેલ્લાં ત્રણ સપ્તાહમાં બીજી આતંકવાદી ઘટના બની હતી.
પેરિસના ઇશાન ખૂણે કોનફ્લાન્સ સેંટ હોનોરીન વિસ્તારમાં એક માણસે પોતાના પુત્રના ઇતિહાસ ટીચરનું માથું ઊડાવી દીધું કારણ કે એ શિક્ષકે હજરત મુહમ્મદ પયગંબરના કાર્ટુન વિશે બાળક સાથે વાત કરી હતી.
પોલીસને સમાચાર મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને જોઇને હુમલાખોર નાસી છૂટવાના પ્રયાસો કર્યા હતા અને અલ્લા-હુ-અકબરનાં સૂત્રો પોકાર્યાં હતાં. પોલીસે એને ઘેરી લીધો ત્યારે એણે પોલીસને પોતાની પિસ્તોલથી ડારવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે એને ઠાર કર્યો હતો.
ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ મરનાર જે સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતો હતો એની મુલાકાત લઇને સ્કૂલના સ્ટાફ સાથે વાતો કરી હતી. તેમણે શિક્ષકની હત્યાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. હાલ ફ્રાન્સની સરકાર ઇસ્લામ વિરોધી એક ઠરાવ અંગે કામ કરી રહી હતી. ફ્રાન્સના એક સરકારી અધિકારીએ કહ્યું કે ઇસ્લામમાં માનનારા લોકો અહીં સમાંતર સરકાર જેવું વર્તન કરી રહ્યા હતા. ફ્રાન્સમાં સ્થનિક વસતિ પછી બીજા ક્રમે મુસ્લિમોની વસતિ છે. સ્થાનિક લોકોને ડર છે કે નજીકના ભવિષ્યમાં મુસ્લિમો બહુમતી સ્થાપી દેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.