દિલ્હી કેપિટલ્સએ આઈપીએલ -13 ની 34 મી મેચમાં ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. શારજાહમાં શનિવારે સાંજે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટે 179 રન બનાવ્યા હતા, ત્યારબાદ દિલ્હી કેપિટિલ્સે શિખર ધવન (101 *) ની સદીની મદદથી 19.5 ઓવરમાં જ લક્ષ્ય પાપ્ત કરી લીધું.
દિલ્હી તરફથી ઓપનર શિખર ધવને શાનદાર અંદાજમાં અણનમ 101 રન બનાવ્યા અને જીતમાં મહત્વનું યોગદાન આપ્યું. ચેન્નાઈ તરફથી ઓપનર ફાફ ડુ પ્લેસીસે 58 રન બનાવ્યા જ્યારે અંબાતી રાયડુ (45 *) અને રવિન્દ્ર જાડેજા (33 *) એ અણનમ અડધી સદીની ભાગીદારી નોંધાવી.
પોઇન્ટ્સ ટેબલમાં દિલ્હી ફરીથી ટોચ પર
યુવાન શ્રેયસ ઐયરની કેપ્ટનશિપવાળી ટીમ દિલ્હી આ જીત સાથે 14 પોઇન્ટની સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ અને વિરાટ કોહલીની ટીંમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની 6-6 મેચમાં જીતની સાથે હાલમાં 12–12 પોઇન્ટ છે.
ઓપનિંગ કરવા ઉતરેલા ધવન અંત સુધી ઉભો રહ્યો, તેણે 19મી ઓવરમાં છેલ્લા બોલમાં સિંગલ લઇને પોતાની આઇપીએલ કારકિર્દીની પહેલી સદી પુરી કરી, આ ઓવરનાં પહેલા બોલ પર એલેક્સ કેરી (4) ને ડુ પ્લેસિસે કેચ કર્યો, પછી ધવને છેલ્લા બોલ પર સિંગલ લઇને સદી પુરી કરી.
કેપ્ટન ધોની ફરી નિષ્ફળ
સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફરી એક વાર નિષ્ફળ ગયો અને પાંચ બોલમાં ત્રણ રન બનાવ્યા બાદ નોત્ઝેનો બીજો શિકાર બન્યો. જાડેજા અને રાયડુએ જોકે, છેલ્લી ઓવરમાં ધોનીને મોટા શોટ્સ લગાવીને પીચ પર ધોનીની કમી અનુભવવા દીધી ન હતી. બંનેએ રબાડાની 19 મી ઓવરમાં અને નોત્ઝેની 20 મી ઓવરમાં 16-16 રન બનાવ્યા. જાડેજાએ નોત્ઝેની છેલ્લી ઓવરમાં સતત બે સિક્સર ફટકારી હતી. દિલ્હી તરફથી નોત્ઝે 2 વિકેટ લીધી જ્યારે કાગિસો રબાડા અને તુષાર દેશપાંડેને 1-1 વિકેટ મળી.
ચેન્નાઈની ટીમ 11:
શેન વોટ્સન, અંબાતી રાયુડુ, ફાફ ડુ પ્લેસીસ, કેદાર જાધવ, એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, સેમ કરન, શાર્દુલ ઠાકુર, કર્ણ શર્મા અને દિપક ચહર
દિલ્હીની ટીમ 11:
શ્રેયસ ઐયર, પૃથ્વી શો, શિખર ધવન, અજિંક્ય રહાણે, એલેક્સ કેરી, માર્ક્સ સ્ટોઈનિસ, આર અશ્વિન, અક્ષર પટેલ, તુષાર દેશપાંડે, કગિસો રબાડા, એનરિચ નોર્તજે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.