એરપોર્ટનાં કાઉન્ટર પર ચેક-ઇન કરાવવા માટે યાત્રિકો પાસેથી 100 રૂપિયા વસુલશે ઇન્ડિગો

દેશની સૌથી મોટી વિમાન સેવા કંપની ઇન્ડિગોનાં મુસાફરો પર હવે ઇન્ડિગો એર લાઇનનાં કાઉન્ટર પર ચેક ઇન કરાવવા માટે પણ ચાર્જ ચુકવવો પડશે, એર લાઇને એક નિવેદનમાં જણાવ્યું કે યાત્રિકોને એરપોર્ટ પર ચેક ઇન કરાવવા માટે 100 રૂપિયાનો ચાર્જ આપવો પડશે, આજથી તે ચાર્જ વસુલવાનો શરૂ થશે.

કોવિડ-19નાં કારણે વિમાન સેવા પર પ્રતિબંધોનાં કારણે રોકડની અછત સહન કરી રહેલા ઓપરેટરને આવક વધારવા માટે વિવિધ પ્રકારનાં ઉપાયો અજમાવવાનું શરૂ કરી કર્યું છે, જો કે ઇન્ડિગોએ તેના વેબ-ચેક ઇનને વધારવા માટે કાઉન્ટરથી ચેક ઇન પર ચાર્જ લગાવ્યો છે. મુસાફરો તેમની વેબસાઇટથી અથવા મોબાઇલ એપ દ્વારા પહેલાથી જ નિશુલ્ક ચેક ઇન કરાવી શકે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે હવાઇ યાત્રિકોની સંખ્યાનાં મામલે દેશની સૌથી મોટી વિમાન સેવા કંપની ઇંન્ડિગોએ દિવાળી સુધી કોવિડ-19થી પહેલાની તુલનામાં 60 ટકા ઉડાનોનાં ઓપરેશન સુધી પહોંચાડવાની આશા વ્યક્ત કરી છે, માર્ચમાં લાગુ થયેલા લોક ડાઉન બાદ બે મહિનાનાં સમયગાળા પર 25 મેથી ડોમેસ્ટિક રૂટ્સ પર વિમાન સેવા શરૂ થઇ છે.

શરૂઆત ઘણી ધીમી રહી, હવાઇ યાત્રા પરિવહનમાં 60 ટકાનો બજાર હિસ્સો ધરાવતી ઇન્ડિગોએ જણાવ્યું કે ઓગસ્ટમાં તેણે 32 ટકા ઉડાનો સુધી ઉડાનોની ઓપરેશનલ કર્યું અને આગામી બે મહિનામાં તેને 60 ટકા પર પહોંચાડવાની આશા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.