રાહુલ અને પ્રિયંકાનો યુપી સરકારને ટોણો, બેટી બચાઓ કે અપરાધી બચાઓ?

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં મહિલાઓ વિરૂદ્ધ વધતી ગુનાખોરીને પગલે તેમણે રવિવારે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે બેટી બચાઓને લઈને કટાક્ષ કર્યો છે. પોતાના ટ્વીટની સાથે તેમણે એક જાણકારી શેર કરી છે.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ જે સમાચારને શેર કર્યા છે તેમાં જણાવવામાં આવ્યુ છે કે કેવી રીતે ભાજપ ધારાસભ્ય અને તેમના પુત્રએ શનિવારે પોલીસની ધરપકડથી અભદ્રતાના આરોપી વ્યક્તિને કથિત રીતે છોડાવીને લઈ ગયા. ભાજપ ધારાસભ્ય અને તેમના પુત્ર અને સમર્થકો દ્વારા કરવામાં આવેલા હોબાળાનો એક વીડિયો હવે સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ઘટના લખીમપુર ખીરીના મોહમ્મદી થાણાની છે.

સ્થાનિક પોલીસ અધિકારી જ્યાં ઘટનાને લઈને મૌન સાધી રહ્યા છે ત્યાં ભાજપ ધારાસભ્ય લોકેન્દ્ર પ્રતાપ સિંહનું કહેવુ છે કે ઘટના સ્થળે કોઈ હોબાળો નથી થયો અને આ તેમની છબીને ખરાબ કરવા માટે ખોટી રીતે પ્રચારિત કરવામાં આવી રહ્યુ છે. હાથરસ સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદથી યુપી સરકાર પ્રશ્નોના ઘેરામાં છે.

કોતવાલી ક્ષેત્રમાં મહિલા સૈનિક સાથે અભદ્રતાને લઈને શુક્રવાર રાતે ભાજપ કાર્યકર્તા અને પોલીસ કર્મચારીઓમાં વિવાદ થઈ ગયો. બાદમાં પોલીસે તેને ધરપકડમાં લીધો જેની પર ભાજપ કાર્યકર્તાઓએ કોતવાલીમાં હોબાળો કર્યો.

જાણકારી અનુસાર સંગઠનના પદાધિકારીઓની સાથે ધારાસભ્ય લોકેન્દ્ર પ્રતાપ સિંહ પણ કોતવાલી પહોંચ્યા. વાતચીત બાદ આરોપી કાર્યકર્તાને છોડાવવામાં આવ્યા. આ સંબંધિત કોતવાલીના પ્રભારી નિરીક્ષકનું કહેવુ છે કે હોબાળો કરવા પર કાર્યકર્તાને ધરપકડમાં લેવામાં આવ્યા હતા. જે બાદ નગર અધ્યક્ષના કહેવા પર છોડી દેવામાં આવ્યા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.