કરીના-કરિશ્મા કપૂરનો કઝીન આદર જૈન પોતાની લવલાઇફથી લાંબા સમયથી ચર્ચામાં છે. તે તારા સુતરિયા સાથે ડેટ કરી રહ્યો છે. બન્ને જણા જાહેરમાં વારંવાર સાથે જોવા મળ્યા છે. આદરના મોટા ભાઇ અરમાન જૈનના લગ્નમાં પણ તારાએ પરિવારની વ્યક્તિની માફક જ આનંદ માણ્યો હતો. તેમણે સાથે એક ડાન્સ પણ પરફોર્મ કર્યો હતો.
હવે એક રિપોર્ટના અનુસાર, તારા સુતરિયા અને આદર જૈન ૨૦૨૧માં લગ્ન કરવાના છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,આદર તારા સાથે લગ્ન માટે તૈયાર છે. જો આમ થશે તો કપૂર પરિવારમાં બબ્બે લગ્ન થવાની શક્યતા સેવાઇ રહી છે. જેમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમજ આદર અને તારાનો સમાવેશ છે. જોકે પહેલા ક્યો ભાઇ લગ્ન કરે છે તે તો સમય જ જણાવશે.
આદર જૈને બોલીવૂડમાં ૨૦૧૭ની ફિલ્મ કેદી બૈન્ડથી ડેબ્યુ કર્યું છે. જોકે તેની આ ફિલ્મ ફ્લોપ ગઇ હતી. આ પછી તે કોઇ ફિલ્મમાં જોવા મળ્યો નથી. પરંતુ એક વાત એવી પણ છે કે, ફરહાન અખ્તરની ફિલ્મ હેલ્લો ચાર્લીમાં જોવા મળવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.