કોરોના વાઇરસને લઈને કેન્દ્રનુ મહત્વનુ નિવેદન, વેક્સિન પર તૈયાર PMOની બ્લુ પ્રિન્ટ

કોવિડ-19ની પ્રભાવી વેક્સિન વિકસાવવા માટે દુનિયાભરમા પ્રયાસોની વચ્ચે સરકારે કહ્યુ છે કે ભારતમા વાયરસના જીનોમ સંબંધીત બે સંશોધનમા જોવા મળ્યુ છે કે આ આનુવાંશિક રૂપથી સ્થિર છે જેના રૂપમા કોઇ મોટો ફેરફાર આવ્યો નથી.

કેટલાક વિશેષજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી છે કે કોરોના વાઇરસના રૂપમા મોટો બદલાવ લાવવા માટે તેમને રસી બનાવવા માટે મુશ્કેલી આવી શકે છે. જ્યારે વૈશ્વિક તથ્યોમા સામે આવ્યુ છે કે વાયરસના સ્વરૂપમા આવેલા કેટલાક નજીવા ફેરફારથી તેને વિકસિત કરવામા આવી રહી છે. વેક્સિનનુ કામ વધુ પ્રભાવિત ના હોવુ જોઇએ.

કોવિડ-19 વેક્સિન

કોવિડ-19 મહામારીની સ્થિતિને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામા મળેલી બેઠક પછી પ્રધાનમંત્રી કાર્યાલયને આપેલા નિવેદનમા કહ્યુ કે, ભારતમા ત્રણ રસી વિકસિત થઇ રહી છે, જેમા બે રસી બીજા સ્ટેજમા અને એક રસી ત્રીજા સ્ટેજમા છે.

ICMRની સ્ટડી

સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને છેલ્લા મહિને કહ્યુ હતુ કે, ભારતમા કોરોના વાઇરસના સ્વરૂપમા કોઇ મહત્વપૂર્ણ બદલાવ આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે ભારતીય આયુવિજ્ઞાન અનુસંધાન પરિષદએ છેલ્લા કેટલાક મહિના દરમ્યાન રાષ્ટ્રીય સ્તર પર વાઇરસના લીધેલા નમુનાનુ વિસ્તૃત અધ્યયન કર્યુ હતુ.

કોરોના મ્યુટેશન

દરેક બેકટેરિયાની જેમ કોરોના વાઇરસના જીન, ડીએનએ અને આરએનએમા થયેલા ફેરફાર છે. બધા જીવોની સંરચનામા મ્યૂટેશન હોય છે. વાયરસ, બેકટેરિયાનું જીવન નાનુ હોય છે, જેના માટે તેનામા જલ્દી-જલ્દી મ્યુટેશન દેખાય છે. કોરોનાના તમામ સ્પરૂપની ઓળખ થઇ ગઇ છે. જો કે સામાન્ય રૂપે મ્યૂટેશનનો અર્થ કોઇ પણ કોશિકામા આનુવંશિક પરિવર્તનથી લગાવવામા આવે છે. જયારે કોઇ પણ વાયરસના સ્વરૂપમા મેડિકલ ચર્મમા સ્ટ્રેન કહેવામા આવે છે.

PMOની બ્લુ પ્રિન્ટ

પ્રધાનમંત્રી કાર્યાલયએ જાહેર કરેલા નિવેદન અનુસાર નેશનલ એકસપર્ટ ગ્રુપ અને વેકસીન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19એ બધા રાજ્ય સરકાર અને હિતધારકોની સાથે મળીને રસીને ભંડાર, વિતરણ અને તેને લગાવવાને લઇે એક વિસ્તૃત બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્દેશ અનુસાર, દેશની ભૌગોલિક સ્થિતિ અને વિવિધતાને ધ્યાનમા લેતા બધા આ રસી વધુ અસરકારક હોવી જોઇએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.