બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીની પત્ની અને પુત્ર પર રેપનો આરોપ

-ગર્ભવતી થયા બાદ પરાણે એબોર્શન કરાવ્યું

-સોફ્ટ ડ્રીન્કમાં કેફી ઔષધિ પીવડાવીને રેપ કર્યો

બોલિવૂડના ટોચના અભિનેતા મિથુન ચક્રવર્તીની પત્ની યોગીતાબાલી અને પુત્ર મીમો (મહાક્ષય) સામે એક યુવતીએ રેપ અને બળજબરીથી એબોર્શન કરાવ્યાની પોલીસ ફરિયાદ કરી હતી.

પીડિતાએ એવો દાવો કર્યો હતો કે 2015થી મારા મીમો સાથે સંબંધ હતા. મીમોએ મારી સાથે લગ્નનો વાયદો પણ કર્યો હતો. 2015માં મીમોએ મને પોતાને ઘેર બોલાવીને કેફી દ્રવ્યવાળું સોફ્ટ ડ્રીન્ક પીવડાવ્યું હતું. મેં ભાન ગુમાવ્યું ત્યારબાદ મારી ઇચ્છા વિરુદ્ધ મારી જોડે શારીરિક સંબંધ બાંધ્યો હતો. એ સતત લગ્નનો વાયદો કરતો રહ્યો અને એ વાયદાનુ્ં પાલન ટાળતો રહ્યો. સતત ચાર વર્ષ મારી સાથે શારીરિક સંબંધો રાખ્યા હતા. હું ગર્ભવતી થઇ ત્યારે મને બળજબરીથી અને ધાકધમકીથી એબોર્શન કરાવ્યું હતું. મને એવી ગોળીઓ આપી હતી કે મારો ગર્ભપાત થઇ ગયો હતો.

આ યુવતીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મીમોની માતા મને સતત ધમકાવતી હતી કે કોઇને આ વાત કરીશ તો તારું આવી બનશે. અત્યાર અગાઉ પણ મીમોનાં લગ્નની વાત ચાલી ત્યારે આ યુવતીએ મીમો વિરુદ્ધ ફરિયાદ લખાવવાની કોશિશ કરી હતી. મુંબઇ પોલીસે ફરિયાદ ન લીધી ત્યારે આ યુવતી દિલ્હી ચાલી ગઇ ઙતી અને ત્યાં રોહિણી કોર્ટમાં એફઆઇઆર નોંધવાની અરજી કરી હતી. પ્રાઇમા ફેસી ઇવિડન્સના આધારે કોર્ટે પોલીસને એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. એ પછી ગુરૂવારે મુંબઇના જોગેશ્વરી ઉપનગરના ઓશિવારા પોલીસે કેસ નોંધ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.