ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામુ આપનાર નેતા એકનાથ ખડસે આજે વિધિવત રીતે એનસીપીમાં જોડાયા છે. એનસીપી સુપ્રિમો શરદ પવારની હાજરીમાં તેઓ એનસીપીમાં જોડાયા. જેવા તેઓ એનસીપીમાં જોડાયા કે તરત તેમણે ભાજપ પર પ્રહાર કર્યા છે. એકનાથ ખડસેએ કહ્યું કે મને ઇડીની ધમકી આપવામાં આવી છે. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા એકનાથ ખડસે કહ્યું કે ભાજપમાં મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. હું ક્યારેય પાછળ નથી ખસતો, મારા ઉપર આરોપો લગાવવા માટે મહિલાઓને પણ સાથે લેવામાં આવી હતી.
તેમણે આગળ કહ્યું કે મને કહેવામાં આવ્યું છે કે જો હું પાર્ટી બદલીશ તો તેઓ ઇડીને મારી પાછળ લગાવી દેશે. હું કહુ છુ કે જો તમે ઇડીને મારી પાછળ લગાવી તો હું તમારી સીડી જાહેર કરી દઇશ. ભાજપથી નારાજ ખડસેએ કહ્યું કે 40 વર્ષ સુધી પાર્ટીની સેવા કરવાનું ફળ મને એજન્સીઓની પૂછપરછ અને આરોપોના રુપમાં મળ્યું છે.
એકનાથ ખડસે એનસીપીમાં સામેલ થતાની સાથે જ એવી અચકળો વહેતી થઇ હતી કે તેમને મંત્રી પદ આપવામાં આવશે. ત્યારે આ અંગે શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રના મંત્રી મંડળમાં કોઇ પણ પ્રકારનો બદલાવ કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે 2015ના વર્ષમાં ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા બાદ એકનાથ ખડસેએ ફડણવીસ સરકારમાંથી રાજીનામુ આપ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.