વિજ્ઞાનીઓએ માનવ શરીરમાં નવું અંગ શોધ્યું, છેલ્લાં 300 વર્ષમાં પહેલું ઐતિહાસિક સંશોધન

– કેન્સરની સારવારમાં સહાયરૂપ થશે

નેધરલેન્ડની કેન્સર ઇન્સ્ટીટ્યુટના વિજ્ઞાનીઓએ માનવ શરીરમાં અત્યાર અગાઉ જેની જાણ નહોતી એવું એક વધારાનું અંગ શોધી કાઢ્યાનો દાવો કર્યો હતો. છેલ્લાં ત્રણસો વર્ષમાં પહેલીવાર શોધાયેલા આ અંગને વિજ્ઞાનીઓ ઐતિહાસિક સંશોધન ગણાવતા હતા.

નાકની પાછળ અને ગળાની સહેજ જ ઉપર દોઢ ઇંચનું આ અંગ આવેલું છે. વિજ્ઞાનીકો કહે છે કે ગળાના અને મસ્તકના કોઇ પણ અવયવના કેન્સરની સારવારમાં આ સંશોધન સહાયરૂપ નીવડશે. સામાન્ય રીતે કેન્સરની સારવારમાં ખાસ કરીને રેડિયોથેરપીની ટેક્નિક્સ વધારવામાં અને સમજવામાં પણ આ સંશોધન ઉપયોગી નીવડશે એવું વિજ્ઞાનીઓ કહે છે.

સામાન્ય રીતે ગળાના કેન્સરમાં દર્દીને કોઇ ખાદ્ય પદાર્થ કે પ્રવાહી ગળવામાં અત્યંત પીડાનો અઙેસાસ થતો હોય છે. આ પ્રકારની સમસ્યાઓ આ નવા અંગની શોધથી ઓછી થશે એવું વિજ્ઞાનીઓ માને છે. રેડિયોથેરપી એન્ડ ઓન્કોલોજી નામના સામયિકમાં પ્રગટ થયેલા અહેવાલ મુજબ માનવ શરીરમાં રહેલી આ અત્યંત સૂક્ષ્મ (માઇક્રોસ્કોપીક) લાળગ્રંથિઓ (સલાઇવરી ગ્લાન્ડ્સ) ચિકિત્સા શાસ્ત્રમાં ખૂબ મહત્ત્વની સાબિત થશે. અત્યાર અગાઉ આપણને આ લાળગ્રંથિની માહિતી નહોતી. એનું કારણ એ હતું કે આ ગ્રંથિઓ ટોરસ ટ્યુબેરિયસ નામની કાર્ટિલેજના એક હિસ્સા પર લાગેલી હતી.

રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું કે આ મુદ્દે વધુ ગહન સંશોધનની જરૂર છે જેથી આ ગ્રંથિઓ વિશે ઝીણામાં ઝીણી વિગતો આપણને મળી શકે. આ વિશે સંપૂર્ણ માહિતી મળી જાય તો છેલ્લાં ત્રણસો વર્ષમાં આ પહેલી સૌથી મોટી તબીબી શોધ ગણાશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.