Glowing Skin : આ ફેસ ક્રીમની મદદથી મેળવો ગ્લોઇંગ અને હેલ્ધી ત્વચા

છેલ્લા કેટલાક મહીનાથી સ્કિન કેર પ્રોડક્ટ્સ ઘણા ચલણમાં છે. આપણે બધા ઘરે બેસીને સરળતાથી ફેસ માસ્ક, લિપ સ્ક્રબ અને લિપ બામ જેવી વસ્તુઓ બનાવવા લાગ્યા છીએ. તમે ઇચ્છો તો આ રીતે પોતાની ફેસ ક્રીમ પણ તૈયાર કરી શકો છો.

હેલ્ધી અને ચમકદાર સ્કિન મેળવવા માટે તમે ફેસ ક્રીમમાં વેજીટેબલ ઑઇલ, એલોવેરા જેલ અને વિટામિન ઈ તેલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. શિયાળાની શરૂઆત થવા લાગી છે, જેના કારણે આપણી સ્કિન ડ્રાય થવાની શરૂ થઇ ગઇ છે. ચહેરાની ડ્રાયનેસને દૂર કરવા માટે એક સારા મોઇશ્ચરાઇઝર અથવા ફેસ ક્રીમ મહત્ત્વપૂર્ણ હોય છે.

જાણો, ફેસ ક્રીમ બનાવવાની પદ્ધતિ વિશે જે ત્વચાને ગ્લોઇંગ બનાવશે

સામગ્રી :-

એલોવેરા જેલ :- 2 ચમચી

વેજિટેબલ ઑઇલ/ બદામ અથવા જોજોબા તેલ :- 5,6 ચમચી

વિટામિન ઈ તેલ :- 1 કેપ્સૂલ

ગ્લિસરીન :- 1 ચમચી

એસેન્શિયલ ઑઇલ :- ખુશ્બૂ માટે ગુલાબ અથવા લેવેન્ડરનું તેલ :- 2 ટીપાં

સ્ટેપ 1: 

એક નાના ગ્લાસ બાઉલ અથવા કન્ટેઇનર લો અને તેમાં 2 મોટા ચમચા એલોવેરા જેલ નાંખો, એલોવેરા જેલ સ્કિનને નમી પહોંચાડીને ડ્રાયનેસ ઓછી કરે છે. આ ક્રીમ બનાવવા માટે તમે ડાયરેક્ટ છોડમાંથી તાજા એલોવેરાનો ઉપયોગ કરી શકો છો.

સ્ટેપ 2 : 

ત્યારબાદ વાટકીમાં વેજિટેબલ ઑઇલ અથવા બદામનું તેલ નાંખો. નોન કોમેડોજેનિક તેલ જેમ કે, જોજોબા ઑઇલ, ઑર્ગન ઑઇલ અથવા સ્વીટ આલ્મન્ડનો ઉપયોગ કરો. મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ 3 : 

હવે સારી ખુશ્બૂ માટે એસેન્શિયલ ઑઇલ જેમ કે ગુલાબ અથવા લવેન્ડરનું તેલના કેટલાક ટીપાં નાંખો. જો કે, એસેન્શિયલ ઑઇલ તમારી ત્વચાને કોઇ પણ પ્રકારે નુકશાન પહોંચાડે છે તો તેનો ઉપયોગ ન કરશો. આ ઉપરાંત પેસ્ટમાં વિટામિન ઈ તેલ પણ મિક્સ કરો.

સ્ટેપ 4 :

તમામ સામગ્રીને મિક્સ કર્યા બાદ મિશ્રણને સારી રીતે ફેંટી લો. તેમાં થોડોક સમય લાગશે, એટલા માટે તમે આ પ્રક્રિયાને ઝડપી કરવા માટે એક બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો. 10-12 મિનિટ સુધી મિક્સ કર્યા બાદ મિશ્રણ ક્રીમી બની જશે. ક્રીમને એક એર-ટાઇટ કન્ટેનરમાં નાંખો. આ ઉપયોગ કરવા માટે તૈયાર છે.

સ્ટેપ 5 : 

કન્ટેનરને ઠંડાં અને સુકી જગ્યાએ સ્ટોર કરો અને તેને બનાવવાના એક મહીનાની અંદર ઉપયોગ કરી લો. સર્વોત્તમ પરિણામ માટે રાત્રે સૂતા પહેલા આ ક્રીમ લગાઓ.

આ ફેસ ક્રીમ કોઇ પણ પ્રકારની ત્વચા માટે ઘણી સારી છે અને તમારી ત્વચાને તરત જ હાઇડ્રેટ કરવામાં મદદ કરી શકે છે. તેનું મર્યાદિત પ્રમાણ જ બનાઓ જેનાથી મિશ્રણ બેકાર ન થઇ જાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.