બિહારમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. જેઓ બિહારના વિવિધ વિસ્તારોમાં જનસભાઓને સંબોધી રહ્યા છે. આવી જ એક જનસભાને સંબોધન કરતીવખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આરજેડી અને મહાગઠબંધન ઉપર પ્રહાર કર્યા હતા. લખીસરાયમાં જેપી નડ્ડાએ કહ્યું કે મોદી અને નીતીશની જોડી છે તો વિકાસ છે અને આરજેડી છે તો વિનાશ છે.
આરજેડીના 10 લાખ નોકરી આપવાના વચન અંગે પણ ટોણો માર્યો હતો. જેપી નડડાએ કહ્યું કે જે લોકોએ બિહારમાં અપહરણનો ઉદ્યોગ ચલાવ્યો છએ, શું તેઓ રોજગાર આપી શકશે? લોકશાહીમાં આવા લોકોને મત વડે જડબાતોડ જવાબ આપી શકાય છે. માટે એનડીએના ઉમેદવારોને જીતાડવા એ તમારી જવાબદારી છે. તેમણે આગળ કહ્યું કે આરજેડી અરાજકતા ઉપર વિશ્વાસ રાખે છે. જે ડાબેરીઓ દેશના ટૂકડા કરવા માંગે છે તેવા લોકો સાથે તેમણે દોસ્તી કરી છે અને સીટોનું વિભાજન કર્યુ છે. તેની સાથે કોંગ્રેસ પણ મળી ગઇ છે જે આજકાલ પાકિસ્તાનની વકિલ બનીને બેઠી છે.
આરજેડીના સ્વભાવમાં જ અરાજકતા રહેલી છે, તેમણે ક્યારેય પણ બિહારના લોકોની માફી નથી માંગી. નીતિશજે આ લોકોનો સાથ એટલા માટે જ છોડ્યો હતો કારણ કે તેઓ જાણતા હતા કે આ લોકો સાથે રહેવાથી સુશાસન નહીં પણ કુશાસન આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.