ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે આ પીણાં, જે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે

ડાયાબિટીસના દર્દીઓએ મોટાભાગે પોતાના આહારનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે, જેનાથી તેમનું શુગર લેવલ વધે નહીં કારણ કે શુગર લેવલનું વધતું પ્રમાણ ક્યારેક-ક્યારેલ જીવલેણ પણ સાબિત થઇ જાય છે. જો તમે ડાયાબિટીસથી પીડિત છો તો પોતાના આહાર અને પીણા પદાર્થનાં સેવનની પદ્ધતિમાં ફેરફાર કરીને પોતાના શુગર લેવલને નિયંત્રણમાં રાખી શકો છો.. કેટલાક પીણાં પદાર્થ તમારા શુગર લેવલને વધારવાનું પણ કામ કરે છે, જેમ કે કોલ્ડ ડ્રિન્ક અને સોડા વગેરે. એવામાં તમારે કયા પીણાં પદાર્થનું સેવન કરવું જોઇએ, આ જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. જાણો, પાંચ પીણાં વિશે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

સાદુ અથવા લીંબૂ પાણી પીઓ

પાણી એમ તો દરેક વ્યક્તિને ફાયદો જ પહોંચાડે છે, આ સાથે જ તે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ સૌથી સારું સાધન છે. જો તમે બ્લડમાં શુગરનાં પ્રમાણને સંતુલનમાં રાખવા ઇચ્છો છો તો તમે સાદા પાણી અથવા તો લીંબૂ પાણીનું સેવન કરો.

લો ફેટ ડ્રિન્ક લો

ડાયાબિટીસના દર્દીઓને ‘લો ફેટ ડ્રિન્ક’ જ લેવું જોઇએ, જેમ કે ગાય અથવા બકરીનું દૂધ. જો કે તેનું પણ ધ્યાન રાખો કે તેનું પણ સેવન વધારે પ્રમાણમાં ન કરશો, કારણ કે વધારે પ્રમાણમાં કોઇ પણ વસ્તુઓનું સેવન શરીર માટે નુકશાનદાયી જ હોય છે.

ગ્રીન ટી પીઓ

ભારતમાં મોટાભાગના લોકો દિવસભરમાં કેટલાય કપ ચા પી જાય છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે આ નુકશાનદાયી હોઇ શકે છે. એટલા માટે તમે ગ્રીન ટીનું સેવન કરી શકો છો, જે બ્લડપ્રેશર અને હાનિકારક કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે તો છે જ આ સાથે જ તે રોગ પ્રતિકારક ક્ષમતાને પણ વધારવામાં મદદરૂપ થાય છે.

શાકભાજીઓનું જ્યુસ અથવા સૂપ પીઓ

ફળોના જ્યુસ ફાયદાકારક તો હોય છે, પરંતુ આ ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય નથી, કારણ કે ફળ મીઠા હોય છે અને તેનાથી તેમનું શુગર લેવલ વધી શકે છે. એટલા માટે ડાયાબિટીસના દર્દીઓએ ફળની જગ્યાએ શાકભાજીનો જ્યુસ અથવા સૂપ પી શકાય છે. વેજિટેબલ જ્યુસ વિટામિન અને એન્ટી-ઑક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે અને ડાયાબિટીસના દર્દીઓને નુકશાન પહોંચાડતા નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.