ભારતમાં 24 કલાકમાં કોરોનાના 50,946 કેસ, વધુ 577નાં મોત : કુલ કેસ 78.61 લાખ, મૃત્યુઆંક 1.18 લાખ થયો

ભારતમાં કોરોનાનો પ્રકોપ ઘટી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના દૈનિક કેસમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. વધુમાં દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં કોરોનાના કુલ કેસમાંથી 61 ટકા દર્દીઓ સાજા થઈ ગયા છે અને સમગ્ર દેશમાં રીકવરી રેટ 90 ટકા જેટલો છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

ભારતમાં શનિવારે 24 કલાકમાં કોરોનાના નવા 50,946 કેસ નોંધાયા હતા તેમજ 577નાં મોત નીપજ્યાં હતાં જ્યારે 60,248 દર્દીઓ સાજા થયા છે. આ સાથે કોરોનાના કુલ કેસ 78,61,404 થયા છે અને મૃત્યુઆંક 1,18,460 થયો છે જ્યારે અત્યાર સુધીમાં કોરોનાના કુલ 70,69,794 દર્દીઓ સાજા થઈ ગયા છે. રિકવરી રેટ 89.90 ટકા થયો છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાયું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કુલ રીકવરી રેટમાંથી મહારાષ્ટ્રમાં 20.6 ટકા, આંધ્ર પ્રદેશમાં 10.9 ટકા, કર્ણાટકમાં 9.8 ટકા અને તમિલનાડુમાં 9.4, ઉત્તર પ્રદેશમાં 6.1 ટકા અને દિલ્હીમાં 4.1 ટકા છે. દરમિયાન દેશમાં કોરોના મહામારી વચ્ચે ચાર પૂર્વીય રાજ્યોના 31 ટકા બાળકો કોરોનાના કારણે ‘અતિ ચિંતા’ની સમસ્યાથી પીડિત છે.

ઝારખંડ, છત્તીસગઢ, બિહાર અને ઓડિશાના 7,300થી વધુ કિશોરો પર કરાયેલા એક સર્વેક્ષણ મુજબ સર્વેમાં સામેલ 31 ટકા કિશોર છેલ્લા કેટલાક મહિનાથી પરિવારની નબળી નાણાકીય સિૃથતિના કારણે ‘અતિ ચિંતા’નો સામનો કરી રહ્યા છે. એનજીઓ સેન્ટર ફોર કેટાલિસિંગ ચેન્જ દ્વારા એપ્રિલ, જુલાઈ અને ઑગસ્ટના મહિનામાં આ સરવે બે રાઉન્ડમાં કરાયો હતો.

કોવિડ-19 અને તેની અસર હેઠળ કિશોરોનું શું કહેવું છે તેવા વિષય હેઠળ આ સર્વેક્ષણ હાથ ધરાયું હતું.મહારાષ્ટ્રમાં ભાજપના નેતા અને બિહારના પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમણે શનિવારે ટ્વીટર પર પોતાને કોરોના થયો હોવાની માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું, મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલ હું આઈસોલેશનમાં છું. ડૉક્ટરોની સલાહ મુજબ બધી જ સારવાર લઈ રહ્યો છું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.