વડાપ્રધાને પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધની તારીખ નક્કી કરી દીધી છે: UP ભાજપ અધ્યક્ષ

ઉત્તરપ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે એક વિવાદિત નિવેદનમાં કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કરી દીધું છે કે પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધ ક્યારે થશે. તેમનું આ નિવેદન શુક્રવારે આવ્યું.

ભાજપના નેતાએ પોતાના દાવામાં અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ પ્રારંભ થવા અને જમ્મુ કાશ્મીરમાં 370 હટાવવા સાથે જોડ્યો છે. સ્વતંત્ર દેવ સિંહનો એક વીડિયો વાઈરલ થયો છે.

વિડિયોમાં તેમણએ કહ્યું કે, રામ મંદિર અને આર્ટિકલ 370 પર નિર્ણયની જેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કરી દીધું છે કે પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધ ક્યારે થવાનું છે. સંબંધિત તારીખો નક્કી છે કે ક્યારે શું થવાનું છે.

સિંહે ગત 23 ઓક્ટોબરના રોજ બલિયા જિલ્લાના સિકંદરપુરમાં ભાજપના ધારાસભ્ય સંજય યાદવના નિવાસસ્થાને પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.

ભાજપ ધારાસભ્ય સંજય યાદવે રવિવારે આ વીડિયો જાહેર કર્યો. સ્વતંત્ર દેવ સિંહે પોતાના સંબોધનમાં સમાજવાદી પાર્ટી, બહૂજન સમાજ પાર્ટી અને કોંગ્રેસના નેતાઓની તુલના આતંકવાદીઓ સાથે કરી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.