NCBએ પાડેલા દરોડામાં ટીવી અભિનેત્રી ડ્રગ્સ ખરીદતા રંગે હાથ ઝડપાઈ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ જાગેલા વિવાદમાં બોલીવૂડ તેમજ ટીવી ઈન્ડસ્ટ્રીમાં કલાકારો દ્વારા ડ્રગ્સના સેવનને લઈને જાત-જાતના આક્ષેપો થયા છે અને આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

આ મામલામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા કેટલીક ફિલ્મ અભિનેત્રીઓની પૂછપરછ પણ કરવામાં આવી છે.હવે એનસીબીની ટીમે એક ટીવી એક્ટ્રેસને ડ્રગ્સ ખરીદતા રંગે હાથ ઝડપી પાડી છે.એનસીબીના કહેવા પ્રમાણે મુંબઈ ઝોનલ યુનિટની અમારી એક ટીમે માછીમાર કોલોની, વરસોવા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને બે વ્યક્તિઓને પકડ્યા હતા.તેમની પાસેથી 99 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.આ બે વ્યક્તિઓમાં ફૈઝલ નામનો શખ્સ અને ટીવી અભિનેત્રી પ્રીતિકા ચૌહાણનો સમાવેશ થાય છે.

એનસીબી દ્વારા બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.એનસીબીની ટીમે સિવિલ ડ્રેસમાં દરોડો પાડ્યોહતો.જેમાં ટીવી અભિનેત્રી રંગે હાથ ઝડપાઈ હતી.જોકે તપાસ એજન્સી હાલમાં મામલાની તપાસ કરી રહી છે.

બોલીવૂડ સાથે ડ્રગ્સના કનેક્શનના મામલામાં અત્યાર સુધીમાં એનસીબી દિપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહે અને શ્રધ્ધા કપૂરનીપૂછપરછ કરી ચુકી છે.ડ્ર્ગ્સ મામલામાં રિયા ચક્રવર્તીની પણ ધરપકડ કરાઈ હતી.તેને તાજેતરમાં જ જામીન મળ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.