RCBvCSK: બેંગલોર સામે ચૈન્નઈની 8 વિકેટથી વિજય, સતત ત્રણ મેચમાં હાર બાદ સુપર કિંગ્ઝની જીત

IPLની 13મી સિઝનની 44મી મેચમાં ચૈન્નઈ સુપર કિગ્ઝે જીત મેળવી છે. રવિવારે ચેન્નઈએ રોયલ ચેલન્જર્સ બેંગલુરુને 8 વિકેટથી પરાજય આપ્યો. બેંગલુરુના 146 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચૈન્નઈની ટીમે 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 150 રન બનાવી જીત હાંસલ કરી લીધી.

12 મેચોમાં 8 પોઈન્ટ સાથે ચૈન્નઈ હજુ પણ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. ટીમ પાસે હવે બે મેચ બચી છે. જેને જીતીને પણ તેના 12 પોઈન્ટ જ રહેશે. બીજી તરફ બેંગલુરુની આ 11 મેચોમાં ચોથી હાર છે અને તે પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે.

146 રનનો પીછો કરવા ઉતરેલી ચૈન્નઈ માટે ફાફ ડુપ્લેસિસ અને ઋતુરાજ ગાયકવાડની જોડીએ 46 રન બનાવ્યા. ડુપ્લેસિસ 25 રન, અંબાતિ રાયડૂએ 39 રન, જે બાદ ગાયકવાડે અણનમ 65 રન અને ધોનીએ અણનમ 19 કર્યાં જેના દમ પર ટીમ જીત સુધી પહોંચી. બેંગલુરુ તરફથી ક્રિસ મોરિસ અને યૂઝવેંદ્ર ચહલે 1-1 વિકેટ ઝડપી.

ટૉસ જીતીને બેટિંગ માટે ઉતરેલી બેંગલુરુની ટીમ તરફથી કોહલીએ(50) 43 બોલમાં એક ચોગ્ગ અને એક છગ્ગાની મદદથી અર્ધીસદી ફટકારી, એ સિવાય એબી ડી વિલિયર્સે 39 રન અને દેવદત્ત પદિકકલે 22 રન કર્યા.બેંગલુરુ 145/6 રન બનાવી શકી. ચૈન્નઈ તરફથી સેમ કુર્રેને 3, દીપક ચાહરે 2 અને મિશેલ સેન્ટનરે 1 વિકેટ ઝડપી.

બેંગલુરુનો સ્કોર 15મી ઓવરમાં ત્રણ ડિઝિટમાં પહોંચી ગયો. કોહલીએ છેલ્લી ઓવરમાં જાડેજાની ઈનિંગનો બીજો છગ્ગો લગાવ્યો. આ IPLમાં તેમનો 200મો છગ્ગો છે. તેઓ આ ઉપલબ્ધી હાંસલ કરનારા પાંચમાં બેટ્સમેન છે. આ યાદીમાં ક્રિસ ગેલ 336 છગ્ગા સાથે પ્રથમ ક્રમે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.