મહેશ ભટ્ટ બોલિવૂડનો સૌથી મોટો ડૉન છે, સોશ્યલ મિડિયા પર અભિનેત્રી લવીના લોધનો આક્ષેપ

– એનો ભાણેજ લોકોને છોકરીઓ અને ડ્રગ્સ પૂરી પાડે છે

અભિનેત્રી લવીના લોધે બોલિવૂડન સિનિયર ફિલ્મ સર્જક અને વિવાદાસ્પદ વ્યક્તિ એવા મહેશ ભટ્ટને બોલિવૂડના સૌથી મોટા ડૉન ગણાવ્યા હતા.

લવીનાએ સોશ્યલ મિડિયા પર મહેશ ભટ્ટની આકરી ટીકા કરતાં એમને બોલિવૂડના સૌથી મોટા ડૉન ગણાવ્યા હતા. એથી પણ આગળ વધીને લવીનાએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે મહેશ ભટ્ટનેા ભાણેજ અને વિશેષ ફિલ્મ્સનો સીઇઓ સુમિત સભરવાલ લોકોને છોકરીઓ અને ડ્રગ્સ પૂરાં પાડે છે. લવીનાએ પોતાના આ આક્ષેપના સમર્થનમાં અભિનેત્રી અમાયરા દસ્તૂર અને સપના પબ્બીનો ઉલ્લેખ કર્યો હતો.

લવીનાએ પોતે બનાવેલી વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી. લવીનાએ કહ્યું હતું કે હું મારી અને મારા પરિવારની સુરક્ષા માટે આ વિડિયો ક્લીપ બનાવીને તમારી સમક્ષ રજૂ કરી રહી છું. મારાં લગ્ન મહેશ ભટ્ટના ભાણેજ સુમિત સભરવાલ સાથે થયાં હતાં. મેં એની સામે ડાઇવોર્સની અપીલ કરી હતી. લવીનાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સુમિત બોલિવૂડના કલાકારોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. મેં એના મોબાઇલ ફોનમાં છોકરીઓના સંખ્યાબંધ ફોટોગ્રાફ્સ જોયા હતા. એ નિર્માતા નિર્દેશકોને આ ફોટોગ્રાફ્સ દેખાડતો હતો . એટલે કે એ છોકરીઓ સપ્લાય કરતો હતો. એ પછી લવીનાએ મહેશ ભટ્ટ પર આક્ષેપ કર્યો હતો કે એમનું ધાર્યું ન થાય તો એ સામી વ્યક્તિને બરબાદ કરી નાખે છે. એ બોલિવૂડના સૌથી મોટા ડૉન છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.