મધ્ય પ્રદેશની પેટા ચૂંટણીમાં ‘ગદ્દાર’ મુદ્દે મહાભારત, સિંધિયાએ આ નેતાઓએ સૌથી મોટા ગદ્દાર ગણાવ્યા

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની 28 સીટોની પેટા ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ બંને જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં એકબીજા પર આક્ષએપ પ્રત્યાક્ષેપનો દોર પણ ચાલી રહ્યો છે. ત્યારે હવે બંને પક્ષો વચ્ચે ગદ્દાર મુદ્દે મહાભારત જામ્યું છે. ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથ અને દિગ્વિજય સિંહને મધ્ય પ્રદેશના સૌથી મોટા ગદ્દાર ગણાવ્યા છે. સિંધિયાએ આરોપ લગાવ્યો છે કે આ બંનેએ ભ્રષ્ટ સરકાર ચલાવીને મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોમવારે જણાવ્યું કે દરેક સ્તર ઉપર તેમણે લોકો માટે અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ તેમની વાત સાંભળવામાં ના આવી. જેના કારણે તેમણે કોંગ્રેસને છોડવી પડી. સિંધિયા પહેલા દિગ્વિજય સિંહના દીકરા જયવર્ધન સિંહ અને કોંગ્રેસ નેતા જીતુ પટવારીએ ગદ્દાર શબ્દનો પ્રયોગ કર્યો હતો. રાયસેન જિલ્લામાં સભાને સંબોધિત કરતા સમયે જયવર્ધન સિંહે કહ્યું હતું કે બિકાઉ નહીં પણ ટકાઉ સરકાર જોઇએ છે. જે ગદ્દારોને કારણે 15 વર્ષ બાદ ફરીથી સત્તામાં આવેલી કોંગ્રેસ સરકારને જવું પડ્યું, તેવા ગદ્દારોને સબક શીખવવાનું છે.

તો જીતુ પટવારીએ એક વીડિયો ટ્વિટ કર્યો અને લખ્યું કે તું ઇધર ઉધર કી બાત ના કર ગદ્દાર. યે બતા તુને મધ્ય પ્રદેશ કે વિકકાસ કા કાફિલા ક્યું લૂટા? એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે 28 સીટો પર ભાજપનો વિજય થશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.