મને તો બનારસમાં કોઈએ મોમોઝ ખવડાવ્યા નથી, સ્ટ્રીટ વેન્ડર્સ સાથે પીએમ મોદીએ કરી વાત

લારી ગલ્લાવાળાઓ માટે મોદી સરકારે પીએમ સ્ટ્રીટ વેન્ડર સ્વ નિધિ નામની સ્કીમ લોન્ચ કરેલી છે.આજે પીએમ મોદીએ આ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

આ યોજના હેઠળ લારી-ગલ્લાવાળાઓને સરકાર 10000 રુપિયા સુધીની લોન આપી રહી છે.સ્ટ્રીટ વેન્ડર્સ સાથે ચર્ચા દરમિયાન પીએમ મોદીએ હળવા મૂડમાં નજરે પડ્યા હતા.તેમણે સ્ટ્રીટ વેન્ડર્સને પૂછ્યુ હતુ કે, તમારો બિઝનેસ કેવો ચાલી રહ્યો છે, લોન લેવા માટે તમારે કેટલા અધિકારીઓ પાસે જવુ પડે છે, તમે રોજ કેટલુ કમાવ છો..જોકે મારે તમને આ પ્રશ્નો ના પૂછવ જોઈએ.હું કોઈ ઈન્કમટેક્સ ઓફિસર નથી.

એ પછી પીએમ મોદીએ મોમોઝ વેચતા બનારસના એક લારીવાળા જોડે વાત કરતા કહ્યુ હતુ કે, મેં સાંભળ્યુ છે કે બનારસમાં મોમોઝ બહુ લોકપ્રિય થઈ ગયા છે પણ કોઈએ મને હજી સુધી મોમઝ ખવડાવ્યા નથી.

તેમણે કહ્યુ હતુ કે, લોકડાઉન દરમિયાન સ્ટ્રીટ વેન્ડર્સ ભાઈ બહેનોએ બહુ સહન કર્યુ છે્.તેમને મજબૂત કરવાની જવાબદારી હવે આપણી છે.એક સમય હતો કે ગરીબ લોકો પાસે બેન્કમાં જવાની હિંમત નહોતી પણ હવે બેન્ક તેમની પાસે જઈ રહી છે.બેંકના પ્રયાસ વગર આ સ્કીમ સફળ ના થઈ હોત.

ઉલ્લેખનીય છે કે, આ સ્કીમ હેઠળ 24 લાખ લોકો લોન માટે એપ્લાય કરી ચુક્યા છે.જેમાં સૌથી વધારે સંખ્યા યુપીના સ્ટ્રીટ વેન્ડર્સની છે.અત્યાર સુધીમાં 12 લાખ અરજીઓ મંજૂર કરી દેવાઈ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.