અમેરિકાનાં વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોનાં ભારત પ્રવાસથી ભડકેલા ચીને મંગળવારે અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે તે પાડોશી દેશો વચ્ચે કલહ પેદા કરવા માંગે છે, અમેરિકાનાં વિદેશ પ્રધાને નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંરક્ષણ અને સ્ટ્રેટેજીક સંબંધોને કેન્દ્રમાં રાખીને ઉચ્ચ સ્તરની બેઠક કરી.
પોમ્પિયો સોમવારે સંરક્ષણ પ્રધાન માર્ક ટી.એસ્પર સાથે સોમવારે ભારત સાથે 2+2 નાં ત્રીજા તબક્કાની ચર્ચા પોતાના ભારતીય સમકક્ષ વિદેશ પ્રધાન એસ,જયશંકર અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે કરવા માટે સોમવારે નવી દિલ્હી પહોંચ્યા.
પોમ્પિયો પોતાના ભારત પ્રવાસ બાદ શ્રીલંકા અને માલદિવનાં પ્રવાસ પર પણ જશે, અમેરિકાનાં વિદેશ પ્રધાને ભારતને પોતાનું સમર્થન કરતા જુનમાં પુર્વી લદ્દાખનાં ગલવાનમાં ચીનની પિપલ્સ લિબરેશન આર્મીની સાથે હિંસક અથડામણમાં શહિદ થયેલા ભારતીય જવાનોનો ઉલ્લેખ કર્યો.
બિજીંગામાં ચીનનાં વિદેશ મંત્રાલયે ખાસ કરીને માઇક પોમ્પિયોની તે ટીપ્પણી અંગે સવાલ કર્યો હતો જેમાં પોમ્પિયોએ આ પહેલા કહી હતી, કે ચીનથી પેદા થયેલા જોખમો પર તે ધ્યાન કેન્દ્રિત કરશે, તેના જવાબમાં ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા વાંગ વેનબિને ભારતનો ઉલ્લેખ તો ન કર્યો, પરંતું ચીન વિરોધી નિવેદનોને લઇને પોમ્પિયો પર શાબ્દિક હુમલો કર્યો, વાંગે કહ્યું પોમ્પિયોનાં ચીન વિરોધી આરોપો અને હુમલા કોઇ નવી બાબત નથી.
તેમણે કહ્યું તે પાયાવિહોણા આરોપ છે જે તે દર્શાવે છે કે તે ઠંડા યુધ્ધની માનસિકતા અને વૈચારિક પુર્વાગ્રહોથી ગ્રસિત રહ્યું છે, અમે તેમને શીત યુધ્ધ વખતની માનસિક્તા છોડવા અને ચીનની સાથે પાડોશી દેશો વચ્ચે તિરાડ પાડવું બંધ કરવાની સાથે જ ક્ષેત્રિય શાંતિ અને સ્થિરતાને ઓછી ન કરવાની અપિલ કરીએ છિએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.