ભારતના ઘણા રાજ્યોમાં, તહેવારની સિઝનને કારણે કોરોના વાયરસનાં ચેપનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં તહેવારોને કારણે કોરોના ચેપના કેસોમાં વધારો થયો છે. જો કે, રાહતની વાત છે કે છેલ્લા પાંચ અઠવાડિયામાં કોરોનાથી મૃત્યુ દર નીચે આવી ગયો છે.
માત્ર 5 રાજ્યોના 49.4% કેસ
આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં એકલા કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાંથી 49.4 ટકા કોરોના કેસ નોંધાયા છે. તહેવારની મોસમ પણ આનું એક મોટું કારણ હોઈ શકે છે. આરોગ્ય સચિવે કહ્યું, આ ખૂબ જ ચિંતાનો વિષય છે અને અમે આ રાજ્યોની સરકારો સાથે સતત વાત કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે કોવિડ -19 ના કુલ એક્ટિવ કેસનાં 78 ટકા તો દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જ છે.
5 અઠવાડિયાથી મૃત્યુ દરમાં આવ્યો ઘટાડો
છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 થી થયેલા મોતનાં 58 ટકા કેસ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળ્યાં છે. જેમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, છત્તીસગઢ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. જો કે, છેલ્લા પાંચ અઠવાડિયાથી, ભારતમાં કોવિડ -19 માંથી મૃત્યુનો ગ્રાફ નીચે ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભારતમાં કોરોનાની ઝપેટમાં આવવાને કારણે અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
યુરોપ અને અમેરિકામાં કોરોનાએ સર્જી તબાહી
નીતી પંચના સભ્ય ડો.વી.કે. પૌલે કહ્યું કે યુરોપિયન દેશોમાં કોરોના વાયરસની બીજી લહેર પ્રથમ વિનાશ કરતાં ઘણી મોટી લાગી રહી છે. લોકો પર રોગનું સંકટ તોળાઇ કરી રહ્યું છે. અહીં રોગચાળો ફરી એક વખત ચરમસીમા પર છે. અમેરિકામાં, લોકો કોરોનાની ત્રીજી લહેરના ક્રોધનો સામનો કરી રહ્યા છે.હાલમાં અમેરિકામાં કોરોનાનાં 28 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
ડો.વી.કે. પૌલે કહ્યું કે કોરોના વાયરસનાં સુપર સ્પ્રેડ નાની-નાની સંખ્યામાં હોઇ શકે છે, જે ચેપ ફક્ત 2-4 લોકોને જ સંક્રમિત કરે છે, પરંતું આ મામલે વાયરસને મોટા પ્રમાણમાં ફેલાવાનો પડકાર પેદા થઇ શકે છે, અત્રે ઉલ્લેખનિય છે કે નિષ્ણાતો પહેલાથી જ કોરોના વાયરસનાં ટ્રાન્સમિષન રેટને લઇને ચિંતાતુર છે, જે તેના ફેલાવાનું મુખ્ય કારણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.