અર્થતંત્રમાં હવે સુધારણાના સંકેત. GDP વૃદ્ધિ દર નેગેટિવ અથવા શૂન્યની નજીક હશે: નિર્મલા સીતારામન

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે કહ્યું કે અર્થતંત્રમાં હવે સુધારણાના સંકેતો દેખાઈ રહ્યા છે. જો કે, તે જ સમયે, તેમણે કહ્યું કે વર્તમાન નાણાકીય વર્ષમાં કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) નો વિકાસ દર ઘટી જશે અથવા શૂન્યની નજીક હશે.

નિર્મલા સીતારામને કહ્યું કે, 2020-21નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રમાં 23.9 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી જીડીપી વૃદ્ધિ દરને સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન નકારાત્મક અથવા શૂન્યની નજીક રહેશે.

તેમણે કહ્યું કે તહેવારોની સિઝનમાં થતી ખરીદીથી ભારતીય અર્થવ્યવસ્થાને ગતિ મેળવવાની અપેક્ષા છે. હાલમાં સરકારનું ફોકસ જાહેર ખર્ચ દ્વારા આર્થિક પ્રવૃત્તિ વધારવા પર છે.

નાણાં પ્રધાને સેરા સપ્તાહના ઈન્ડિયા એનર્જી ફોરમને સંબોધન કરતા કહ્યું કે સરકારે કોરોના રોગચાળાને કારણે 25 માર્ચથી કડક લોકડાઉન લગાવી દીધું હતું, કેમ કે લોકોના જીવ બચાવવા તે વધુ મહત્વનું હતું. તેમણે કહ્યું કે લોકડાઉનને કારણે જ આ રોગચાળાનો સામનો કરવા સરકાર તૈયારી કરી શકી.

નિર્મલા સીતારામને કહ્યું કે આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થવાને કારણે અર્થવ્યવસ્થામાં સુધારણા થવાના જોવા સંકેત મળી રહ્યા છે. સીતારામને કહ્યું કે ઉત્સવની સીઝનથી અર્થવ્યવસ્થાને ગતિ મળવવાની આશા છે. તેમણે કહ્યું, “આ સાથે, ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર હકારાત્મક રહેવાની આશા છે.”

તેમણે કહ્યું કે, 2020-21માં એકંદરે GDP વૃદ્ધિ દર નકારાત્મક અથવા શૂન્યની નજીક હશે. નાણાં પ્રધાને કહ્યું કે, આગામી નાણાકીય વર્ષથી વિકાસ દરમાં સુધારો થશે. તેમણે કહ્યું કે સરકારનો ભાર જાહેર ખર્ચ દ્વારા આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો કરવા પર છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.