લક્ષ્મી બોમ્બ’ના નિર્માતોને કરણી સેનાની લિગલ નોટિસ, હિન્દુઓની લાગણી દુભાવવાનો આરોપ

અક્ષયકુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બનુ ટ્રેલર જ્યારથી રિલિઝ થયુ છે ત્યારથી આ ફિલ્મ વિરોધનો સામનો કરી રહી છે.

લક્ષ્મી બોમ્બ લવ જેહાદને પ્રોત્સાહન આપી રહી હોવાના આરોપો સાથે સોશ્યલ મીડિયા પર તેના બહિષ્કારની પણ ઝુંબેશ ચાલી રહી છે .ઘણાને તેના નામ સાથે પણ વાંધો છે.કારણકે લોકોનુ કહેવુ છે કે, માતા લક્ષ્મી સાથે આવુ બેહુદુ નામ જોડવાથી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી રહી છે.હવે ફિલ્મના નિર્માતાઓને રાજપૂત કરણી સેના તરફથી કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે.જેમાં ફિલ્મનુ નામ બદલવાની માંગણી કરાઈ છે.

નોટિસમાં કહેવાયુ છે કે, ફિલ્મનુ ટાઈટલ ભારે આપત્તિજનક છે.જાણી જોઈને દેવી લક્ષ્મીનુ અપમાન કરવા માટે નિર્માતાઓએ આ પ્રકારનુ ટાઈટલ રાખ્યુ છે.નોટિસમાં કહેવાયુ છે કે, નિર્માતાઓ હિન્દુ સમાજની બીનશરતી માફી માંગે .કારણકે ફિલ્મમાં હિન્દુ ધર્મ સામે ખોટો સંદેશ આપવામાં આવ્યો છે.

આ પહેલા હિન્દુ સેનાએ પણ ફિલ્મનુ નામ બદલવાની અને દેખાવો કરવાની ધમકી આપી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.