યુપીમાં નવેમ્બરના પ્રારંભમાં થનારી રાજ્યસભા ચૂંટણી પહેલા જ માયાવતીની બહુજન સમાજ પાર્ટીમાં બળવા જેવી સ્થિતિ સર્જાઈ છે.
બુદારે બસપાના ઉમેદવાર રામજી ગૌતમના દસ પ્રસ્તાવકો પૈકી પાંચે પોતાના પ્રસ્તાવ પાછા ખેંચી લેતા હવે રામજી ગૌતમની ઉમેદવારી પર જ સંકટ ઉભુ થઈ ગયુ છે.
આ પાંચે પ્રસ્તાવકોએ પહેલા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી.એ પછી બસપામાં વિરોધના સૂર ઉઠતા દેખાઈ રહ્યા છે.બસપાના આ પાંચ ધારાસભ્યો અચાનક જ વિધાનસભામાં પોતાનો પ્રસ્તાવ પાછો લેવા માટે પહોંચ્યા હતા.જેનાથી યુપીના રાજકારણમાં અચાનક ગરમાવો આવી ગયો છે.પાંચે ધારાસભ્યો પૈકીના એક અસલમે કહ્યુ હતુ કે, રામજી ગૌતમના સમર્થનમાં ઉમેદવારીપત્ર પર અમને કશી જાણકારી આપ્યા વગર જ અમારી સહી લેવામાં આવી હતી.અમે ભાજપના સમર્થનથી ઉભેલા ઉમેદવારને ટેકો નહીં આપીએ.
જે ધારાસભ્યોએ પ્રસ્તાવ પાછો ખેંચ્યો છે તેમાં અસલમ ચૌધી, અસલમ રાઈની, ગોવિંદ જાટવ, મુઝ્તબા સિદ્દીકી, હાકમલાલ બિંદનો સમાવેશ થાય છે.અસલમની પત્નીએ ગઈકાલે જ સપાની સદસ્યતા ગ્રહણ કરી છે.જોકે બસપાનુ કહેવુ છે કે, ઉમેદવારીપત્ર ભરતી વખતે આ પાંચે ધારાસભ્યોએ સંમતિ આપી હતી અને તેઓ હાજર પણ રહ્યા હતા.એક દલિત રાજ્યસભામાં ના પહોંચે તે માટેનુ આ ષડયંત્ર છે.
યુપીમાં રાજ્યસભાની 10 બેઠકો માટે ચૂંટણી થવાની છે.જેમાં ભાજપ તરફથી આઠ, સપા તરફથી એક, બસપા તરફથી એક ઉમેદવાર મેદાનમાં છે.મતદાન નવ નવેમ્બરે થવાનુ છે.અત્યારના ગણીત પ્રમાણે ભાજપ પોતાની આઠે બેઠક, સપા પોતાની એક બેઠક જીતી શકે છે.જ્યારે બસપા ઉમેદવાર અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ટક્કર રહેશે.જોકે હવે પાંચ બસપા ધારાસભ્યોના બળવાના સૂરથી બસપા માટે આકરા ચઢાણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.