ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા કાર્યકાળ દરમિયાન ગરીબ કલ્યાણનું કામ કર્યુ છે. તો બીજી કાર્યકાળમાં દેશના ઉત્થાન માટે કામ કર્યુ છે. જ્યારે હવે તેઓ દેશના કલ્યાણ માટે કામ કરી રહ્યા છે. જેના કારણે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ઉંઘ હરામ થઇ ગઇ છે. કોંગ્રેસે કાશ્મીર પરનો આપણો અધિકાર છીનવી લીધો હતો, પરંતુ નરેન્દ્ર મોદીએ ધારા 370 દૂર કરીને કાશ્મીરને દેશનું અભિન્ન અંગ બનાવ્યું છે. હવે આપણે કાશ્મીરમાં પણ જમીન ખરીદી શકીએ છીએ.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારે ગોવિંદગંજ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર સુનીલ તિવારીના પક્ષમાં સભાને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું કે 15 વર્ષ સુધી યુવાનોની પ્રતિભાને વેડફનારી આરજેડી હવે નવું બહાનુ લઇને આવી છે. રજેડીએ તો જાનવરોના ચારાને પણ મુક્યો નથી. તેમના શાસનમાં તો અપરાધી અને માફીયોનું રાજ ચાલતું હતું. જે રીતે ઉત્તર પ્રદેશમાં અપરાધીઓનો સફાયો થયો છે તે જ રીતે બિહારમાં પણ અપરાધીઓનો સફાયો થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે, જેઓ બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. બુધવારે બિહારમાં પહેલા તબક્કાનું મતદાન થયું, તો બીજી તરફ અન્ય વિસ્તારોમાં વડાપ્રધાન મોદી અને યોગી આદિત્યનાથે ચૂંટણી સભાઓ ગજાવી હતી. જેમાં તેમણે આરજેડી અને કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.