રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું કાર્ડિએક અરેસ્ટના કારણે નિધન

ગુજરાત રાજ્યના પૂર્વ મુખંયમંત્રી કેશુભાઈ પટેલનું કાર્ડિયાક અરેસ્ટના કારણે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થયું છે. અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી હતી.

કેશુબાપાની તબિયત એકાએક લથડતાં 10 દિવસ પહેલાં જ તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત સારી થતાં બે દિવસ પહેલાં જ તેઓને રજા અપાઈ હતી. પરંતુ અચાનક આજે વધુ તબિયત લથડતાં ફરીથી કેશુબાપાને સ્ટર્લિન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં હોસ્પિટલના ડોક્ટર અક્ષય પટેલ તેમની સારવા કરી રહ્યા હતા. તેમણે ઘણાં પ્રયાસો કર્યા. પરંતુ તેઓને સફળતા ન મળી. કેશુબાપાને હાર્ટએટેક નીસાથે સાથે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેઓને હોસ્પિટલ લવાયા ત્યારે બેભાન અવસ્થામાં જ હતા અને એકાદ કલાકમાં જ તેઓનું નિધન થયું હતું.

સ્ટ્રલિંગ હોસ્પિટલના ડોક્ટર અક્ષયે જણાવ્યું હતું કે કેશુબાપાનું નિધન 11:55 કલાકે થયું છે. તેમને ડાયાબિટીસ, હાઈ બીપી જેવી સમસ્યાઓ હતી. સવારે તેમને હોસ્પિટલે લવાયા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બાપાની 30 મિનિટ સુધી સારવાર ચાલી, પરંતુ તેઓ રિકવર ન થઈ શક્યા. કેશુબાપાને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા લાવ્યા ત્યારે તેમને બેભાન અવસ્થામાં લાવવામાં આવ્યા હતા એક કલાક બાદ તેઓનું અવસાન થઈ ગયું હતું

દરમિયાન ગત 18 સપ્ટેમ્બરના રોજ કેશુભાઈ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરની સલાહ મુજબ તેમને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કેશુભાઈ માર્ચ 1995 થી ઓક્ટોબર 1995 અને માર્ચ 1998 થી ઓક્ટોબર 2001 સુધી એમ કુલ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહી ચૂક્યા છે.

2 ઓક્ટોબર 2001ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. 2002ની ચૂંટણીઓમાં કેશુભાઇએ ઉમેદવારી ન કરી. વિજય રૂપાણીએ ધારીની સભામા શોક વ્યકત કર્યો. કેશુભાઈ પટેલના નિધનથી ગુજરાતના રાજકારણમાં મોટી ખોટ પડી.

કેશુભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ પણ તેમના ખબર અંતર પૂછ્યા હતા.

આવી હતી કેશુભાઇ પટેલની રાજકીય કારકિર્દી

વર્ષ 1943માં નિર્માણ પામેલા મચ્છુ 1 ડેમના ચણતરકામ દરમિયાન માત્ર 15 વર્ષીય કેશુભાઇ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા.

કેશુભાઈ પટેલ 1945માં 17ની વયે રાષ્ટ્રીય સ્વયસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા. ત્યાર બાદ વર્ષ 1960માં તેઓ જનસંઘમાં કાર્યકર્તા તરીકે જોડાઈને રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તેમજ કટોકટી કાળ દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો. કેશુભાઈ 1977માં રાજકોટથી લોકસભા ચૂંટણી લડ્યાં. ત્યાર બાદ તેમણે 1978થી 1980 દરમિયાન બાબુભાઈ પટેલની જનતા મોરચાની સરકારમાં કૃષિમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી.

1990માં ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી. ચીમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર 3 જ બેઠકો વધારે મળતાં તેઓ મુખ્યમંત્રી બન્યા અને કેશુભાઈ પટેલ ભાજપ-જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર-2 બન્યા હતા. પરંતુ ભાજપે 1995ની ચૂંટણીઓમાં કોઈ પક્ષ સાથે બેઠકોની સમજૂતી કરી નહીં અને કેશુભાઈના નેતૃત્વમાં એકલે હાથે ભાજપને 121 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી.

26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ભૂકંપ આવ્યો અને ઓક્ટોબર 2001માં સત્તાના દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને ભૂકંપમાં નબળી રાહત કામગીરીના આરોપ બદલ કેશુભાઈએ રાજીનામું આપી દીધું. કેશુભાઈના રાજીનામાને પગલે ભાજપ હાઈકમાન્ડે કેશુભાઈના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાન બનાવ્યા હતા.

કેશુભાઈના અંગત જીવનની વાત કરીએ તો તેમણે લીલા બેન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓ પાંચ પુત્ર અને એક પુત્રીના પિતા બન્યા હતા. કેશુભાઈનાં પત્ની લીલાબેન પટેલ તેઓના ગાંધીનગર ખાતેના ઘરમાં એક્સરસાઈઝ રૂમમાં શોર્ટ સર્કિટ થતા વર્ષ 2006માં મૃત્યુ પામ્યા હતા. જ્યારે ગત વર્ષ 2017માં તેમના પુત્ર પ્રવીણ પટેલનું નિધન થઈ ગયું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.