મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી : સિંધિયાએ કોંગ્રેસ ઉમેદવાર માટે મત માગ્યા

– ભાજપ સાંસદ જ્યોતિરાદિત્યની ભૂલ ‘વાયરલ’ થઈ

વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા પછી લગભગ આઠ મહિના પહેલાં જ ભાજપમાં જોડાયેલા સાંસદ જ્યોતિરાદિત્ય સિંિધયા હજુ પોતાના મૂળ પક્ષને ભૂલ્યા નથી. મધ્ય પ્રદેશમાં પેટા ચૂંટણીઓનો માહોલ છે તેવામાં ભાજપના ઉમેદવારની રેલીમાં સિંિધયાએ ભૂલથી મીસ્ટેક કરી દીધી. તેમણે કોંગ્રેસ માટે મત માગ્યા હતા.

મધ્ય પ્રદેશમાં 3જી નવેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે. ડબરા બેઠક પર ભાજપના ઉમેદવાર ઈમરતી દેવીના સમર્થનમાં શનિવારે આયોજિત એક રેલીમાં સિંિધયા ભાષણ કરી રહ્યા હતા.

આ દરમિયાન તેમની જીભ લપસી ગઈ અને તેમણે લોકોને કહ્યું, ‘3 તારીખે પંજાવાળું બટન દબાવજો. મારી ડબરાની જનતા, મારી શાનદાર અને જાનદાર ડબરાની જનતા… મુઠ્ઠી બાંધીને વિશ્વાસ અપાવો કે 3 તારીખે હાથના પંજાવાળું બટન દબાવશો…’

જોકે, પાછળથી તેમને ખ્યાલ આવ્યો કે તે ખોટું બોલી ગયા છે. તો તેમણે આગળ કહ્યું, ‘કમલના ફૂલવાળું બટન દબાવજો અને હાથના પંજાવાળા બટનને બોરીયા બિસ્તરા બાંધી આપણે અહીંથી રવાના કરી દઈશું.’

જોકે, સિંિધયાનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસે પણ તેનો લાભ ઊઠાવતાં સિંિધયાની વીડિયો ટ્વીટ કરતા લખ્યું છે, સિંિધયાજી, મધ્ય પ્રદેશની જનતા વિશ્વાસ અપાવે છે કે 3 તારીખે હાથના પંજાવાળું બટન જ દબાવશે.

49 વર્ષીય સિંિધયા 2002માં કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ 18 વર્ષ પછી આ વર્ષે માર્ચમાં તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે તેમના 22 વિશ્વાસુ કોંગ્રેસ ધારાસભ્યોએ પણ પક્ષમાંથી રાજીનામુ આપ્યું હતું, જેને પગલે મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પડી ગઈ હતી. પાછળથી સિંિધયા અને તેમના વફાદારો ભાજપમાં જોડાઈ ગયા હતા. મધ્ય પ્રદેશમાં 3જી નવેમ્બરે કુલ 28 બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.