– મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ 100ને બદલે 200 લોકોની છૂટ આપી
કોરોનાને લઇને લોકડાઉન બાદ અનલોકમાં સરકાર નિયમોમાં સમયાંતરે છૂટછૂટ આપવામાં આવી રહીં છે. રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ લગ્નસરાની સીઝન શરૂ થઇ રહી છે. ત્યારે રાજ્ય સરકારે લગ્નને લઇને નિયમમાં છૂટછાટ આપી છે.
લગ્નઈચ્છુક યુવક યુવતીઓને રાહત આપતા સરકારે 200 લોકોને ઉપસ્થિતિ રહેવાની છૂટ આપી છે. આ પહેલા લગ્નમાં ફક્ત 100 લોકો જ ઉપસ્થિત રહી શકે તેવો નિયમ હતો. પરંતુ હવે મુખ્યપ્રધાન રૂપાણીએ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ 100ને બદલે 200 લોકોની છૂટ આપી છે. આ છૂટ-છાટ અંતર્ગત તમામ તકેદારીના નિયમો પણ લાગુ રહેશે. સાથે સાથે ધામ ધૂમથી લગ્નની તૈયારીઓ થશે.
ઉલ્લેખનીય છે કે કોરોના કાળ અંતર્ગત પહેલા મર્યાદિત લોકોની પરવાનગી આપવામાં આવી હતી. ત્યાર બાદ અનલોક જાહેર કર્યા બાદ વિવિધ પ્રકારી છૂટ-છાટ આપવામાં આવી છે. આ પહેલા લગ્ન ઈચ્છુક યુવક યુવતીના પરિવારનાં માત્ર 50 લોકો હાજર રહે તેવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી, ત્યાર બાદ હોલ, સભા ખંડ, પાર્ટી પ્લોટની કેપીસીટી મુજબ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે લગ્નપ્રસંગ મામલે સરકારે નવી ગાઈડ લાઈનની જાહેરાત કરી છે.
બંધ હોલમાં (બેનક્વેટ હોલ) કેપેસિટીના 50 ટકા સુધીની જ છૂટ અપાશે. આ છૂટછાટમાં પણ લોકોએ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ છૂટછાટો આવતીકાલ બુધવારથી જ અમલી બનશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.