ઇન્દિરામાં તો થોડીક પણ શરમ હતી, મોદી સરકાર બેશરમ છે’ : અરુણ શૌરી

– નાગરિકોએ ન્યાયતંત્રની સ્વતંત્રતા-સુરક્ષા માટે સજાગ રહેવું પડશે

કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન અને ધુરંધર પત્રકાર અરુણ શૌરી વર્તમાન સરકાર પર ત્રાટક્યા હતા. તેમણે કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીમાં તો થોડીક પર શરમ હતી. હાલની સરકારતો સાવ બેશરમ છે.

ઇંદિરાજીએ પોતાની ઇચ્છા મુજબ નહીં વર્તનારા ત્રણ જજોની બદલી કરી નાખી હતી. તમે અમારું કહ્યું નહીં માનો તો સહન કરવું પડશે એવી હવા એમણે સર્જી હતી. હાલની સરકાર જે કંઇ કરે છે એમાં પણ આવું જ પ્રતિબિંબ દેખાઇ રહ્યું હતું. શૌરીએ કહ્યું કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને સુરક્ષા માટે લોકોએ સતત સજાગ રહેવું પડશે. તપાસ ટુકડીઓ, ન્યાયતંત્ર અને પોલીસ જાણે સરકારની ખાનગી સેવાઓ બની રહી છે.

શૌરીએ એથી પણ આગળ વધીને  એવો આક્ષેપ કર્યો હતો કે સુપ્રીમ કોર્ટ પણ કહ્યાગરી બની ગઇ હોય એવું લાગતું હતું. આ લોકો પાસે અર્ણબ ગોસ્વામી કે સુશાંત સિંઘ રાજપૂત માટે સમય છે પરંતુ જમ્મુ કશ્મીર કે પ્રવાસીઓ માટે ફુરસદ નથી. આજે જે કંઇ બની રહ્યું છે એ છેલ્લાં ચાલીસ વર્ષનું પ્રતિબિંબ હતું. શૌરી અટલ બિહારી વાજપેયીની સરકારમાં પ્રધાન હતા. હાલની સરકારની એ સતત ટીકા કરતા રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.