સુરતમાં પ્રાણી સંગ્રહાલયમાં પહેલા દિવસે ઓનલાઈન બુકિંગમાં માત્ર 162 મુલાકાતીઓ

– આગામી દિવસો સુધી માત્ર ઓનલાઇન બુકિંગથી જ એન્ટ્રી

કોરોનાના કારણે લોક ડાઉનથી બંધ થયેલા સુરત મહાનગરપાલિકાનું પ્રાણી સંગ્રહાલય ગઈકાલથી શરૂ કરવામાં આવ્યું છે. પ્રાણી સંગ્રહાલયના થવાના પહેલા દિવસે માત્ર 162 મુલાકાતે આવ્યા હતા. મુલાકાતીઓની સંખ્યા નિયંત્રિત કરવા માટે મહાનગરપાલિકાએ ઓનલાઇન ટિકિટ થી જ એન્ટ્રી આપવાનો નિર્ણય કર્યો છે.

સુરતમાં કોરોનાની એન્ટ્રી પછી માર્ચ મહિનાથી જ સુરત મહાનગરપાલિકાના સરથાણા પ્રાણી સંગ્રહાલયને બંધ કરી દેવામાં આવ્યું છે. અનલોકની પ્રક્રિયા શરૂ થતા ગઈકાલથી પ્રાણી સંગ્રહાલય શરૂ કરવામાં આવ્યું છે. પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત કરવા માટે ઓનલાઇન બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

રવિવારે પહેલા દિવસે સરથાણા નેચર પાર્કમાં 162 મુલાકાતીઓ આવ્યા હતા. આગામી દસ દિવસ સુધી હજી પણ પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશ માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ કરવામાં આવશે.ઓનલાઇન બુકિંગમાં મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત રહે ત્યાર બાદ જ ટિકિટ બારી પરથી ટિકીટ ફાળવવામાં આવશે કે નહીં તેનો નિર્ણય કરાશે.

સુરત મહાનગરપાલિકાએ સરથાણા નેચર પાર્કમાં પ્રતિ રોજ 1000 અને રવિવારે 2500 ટિકિટ ઓનલાઈન બુક થઈ તેવી વ્યવસ્થા કરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.