જીએસટીની આવક આઠ મહિનામાં પહેલી વખત રૂ. 1 લાખ કરોડને પાર

સપ્ટે.માં જીએસટી કલેક્શન રૂ. 95,480 કરોડ થયું

જીએસટીની 1.05 લાખ કરોડની આવકમાં 19,193 કરોડ સીજીએસટીના

કોરોના કાળમાં દેશનું આૃર્થતંત્ર તળીયે પહોંચી ગયું હતું. પરિણામે જીએસટી કલેક્શનમાં પણ આ વર્ષે વિક્રમી ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, અનલૉક પ્રક્રિયા પછી ધીમે ધીમે દેશના આૃર્થતંત્રની ગાડી પાટા પર ચઢી રહી છે.

છેલ્લા આઠ મહિનામાં પહેલી વખત જીએસટી કલેક્શન રૂ. 1 લાખ કરોડ થયું છે. છેલ્લે ફેબુ્રઆરી 2020માં જીએસટી કલેક્શન રૂ. 1 લાખ કરોડને પાર ગયું હતું. જીએસટી વળતર મૂદ્દે રાજ્યો સાથે સંઘર્ષને પગલે કલેક્શનમાં વધારાના ટ્રેન્ડથી કેન્દ્ર સરકારને રાહત થશે.

નાણામંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, ઑક્ટોબર મહિનામાં જીએસટી કલેક્શન 1.05 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે. કોરોના વાઇરસ અને લૉકડાઉનના પગલે આિર્થક પ્રવૃત્તિઓ નબળી પડી ગઈ હતી. પરિણામે જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી નીચે ગયું હતું.

જીએસટી કલેક્શનમાં ઘટાડાને કારણે કેન્દ્રને રાજ્યોને જીએસટીનું વળતર ચૂકવવાના પણ ફાંફા પડી ગયા હતા. પરિણામે જીએસટીના વળતર મુદ્દે કેન્દ્ર અને રાજ્યો ખાસ કરીને એનડીએનું શાસન ન હોય તેવા રાજ્યો વચ્ચે સંઘર્ષના એંધાણ જોવા મળ્યા હતા.

નાણામંત્રાલયે જણાવ્યું હતું કે, 31મી ઑક્ટોબર 2020 સુધીમાં ભરાયેલા જીએસટીઆર-3બી રિટર્ન્સની કુલ સંખ્યા 80 લાખ નોંધાઈ હતી. ઑક્ટોબર 2020માં ગ્રોસ જીએસટી રેવન્યુ કલેક્શન 1,05,155 કરોડ રૂપિયા રહી છે. તેમાં 19,193 કરોડ રૂપિયાના સીજીએસટી અને 25,411 કરોડ રૂપિયાના એસજીએસટી, 52,540 કરોડ રૂપિયાના આઈજીએસટી ( સામાનની આયાત પરથી મળલેા રૂ. 23,375 કરોડ સહિત) અને 8,011 કરોડ રૂપિયાની સેસ (સામાનની આયાત પરથી મળેલા 932 કરોડ રૂપિયા સહિત)નો સમાવેશ થાય છે.

ઑક્ટોબર 2020માં આવક 10 ટકાથી વધુનો વધારો દર્શાવે છે. ગયા વર્ષે સમાન મહિનામાં જીએસટી કલેક્શન રૂ. 95,379 કરોડ હતું. ચાલુ નાણાકીય વર્ષમાં કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે આિર્થક પ્રવૃત્તિઓ મંદ પડતાં જીએસટી કલેક્શન રૂ. 1 લાખ કરોડની માનસિક મહત્વપૂર્ણ સપાટીથી નીચે રહ્યું હતું. જોકે, જીએસટી કલેક્શનનો ટ્રેન્ડ દર્શાવે છે કે જીએસટીની આવક માત્ર કેટલાક મહિના જ ઘટી હતી, પરંતુ હવે તેમાં ક્રમશ: વધારો થઈ રહ્યો છે, જે દર્શાવે છે કે દેશના આૃર્થતંત્રમાં માત્ર સુધારો જ નથી આવી રહ્યો, પરંતુ તેમાં તેજી પણ આવી રહી છે.

સપ્ટેમ્બર મહિનામાં પણ જીએસટી કલેક્શન ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં ચાર ટકા વધીને રૂ. 95,480 કરોડ રહ્યું હતું જ્યારે ઑકટ્બર 2019ની સરખામણીમાં  ઑક્ટોબર 2020માં તેમાં 10 ટકાનો ઊછાળો જોવા મળ્યો છે તેમ નાણાં સચિવ અજય ભૂષણ પાંડેએ કહ્યું હતું.

ઑક્ટોબર મહિનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના નિયમત સેટલમેન્ટ પછી કુલ કમાણી સીજીએસટી માટે 44,285 કરોડ રૂપિયા અને એસજીએસટી માટે 44,839 કરોડ રૂપિયા છે. ફેબુ્રઆરીમાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું હતું, જેમાં કુલ કલેક્શન 1,05,366 કરોડ હતું. નાણાકીય વર્ષ 2019-20માં આઠ વખત જીએસટીનું કલેક્શન રૂ. 1 લાખ કરોડને પાર ગયું હતું.

આ વર્ષે કેન્દ્રને જીએસટીની આવક

નવી દિલ્હી, તા.1

કેન્દ્ર સરકાર પ્રત્યેક મહિને જીએસટી કલેક્શનના આંકડા જાહેર કરે છે, જે મુજબ ચાલુ કેલેન્ડર વર્ષમાં ત્રણ મહિનામાં જીએસટી કલેક્શન રૂ. 1 લાખ કરોડને પાર ગયું છે જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં પહેલી વખત જીએસટી કલેક્શન રૂ. 1 લાખ કરોડને પાર ગયું છે.

કેન્દ્ર સરકારને જાન્યુઆરી 2020માં 1.10 લાખ કરોડ, ફેબુ્રઆરીમાં 1.05 લાખ કરોડ, માર્ચમાં 97,597 કરોડ, એપ્રિલમાં 32,294 કરોડ, મેમાં 62,009 કરોડ, જૂનમાં 90,917 કરોડ, જુલાઈમાં 87, 422 કરોડ, ઑગસ્ટમાં 86,449 કરોડ, સપ્ટેમ્બરમાં 95,480 કરોડ અને ઑક્ટોબરમાં 1.05 લાખ કરોડની જીએસટી કલેક્શન થયું છે.

બે મહિનાના જીએસટી કલેક્શનના આંકડા પ્રોત્સાહનજનક

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.