PM મોદીને લાલુનો સણસણતો જવાબ, આ ડબલ નહીં પણ ટ્રબલ એન્જીનની સરકાર છે

વિધાનસભાના બીજા તબક્કાના મતદાન પહેલા રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલુ પ્રસાદ યાદવના ગઢ માનાતા છપરામાં રેલી કરી હતી. આ રેલીમાં પીએમએ રાજદ અને કોંગ્રેસને નિશાન બનાવીને જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા તેમણે કહ્યું કે,

આજે બિહારની સામે એક તરફ ડબલ એન્જિનની સરકાર છે તો બીજી તરફ ડબલ-ડબલ યુવરાજ છે અને એક તો જંગલરાજના યુવરાજ પણ છે. વડા પ્રધાન મોદીની રેલી બાદ રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવએ પલટવાર કરતા કહ્યુ કે, આ ડબલ એન્જિન નહીં ટ્રબલ એન્જિનની સરકાર  છે.

લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદીના નિવેદનનો જવાબ આપતા ટ્વીટ કર્યું  અને એક સવાલ પણ પૂછ્યો. લાલુએ કહ્યું, ‘તે ડબલ એન્જિન નહીં, ટ્રબલ એન્જિન છે. ફસાયેલા મજૂરોને પરત લાવવાનાં સમયે આ ડબલ એન્જિન ક્યાં ગયું હતું?

આ પહેલા રાજદ નેતા તેજસ્વી યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જંગલરાજના નિવેદન પર પલટવાર કરતા પૂછ્યુ કે જો 15 વર્ષ બિહારમાં સુશાસન રહ્યું તો રાજ્યમાં બેરોજગારી દર 46.6 ટકા કેમ છે? તેમણે પૂછ્યુ કે બિહારમાં દર બીજા ઘરના લોકો પલાયન કરવા મજબૂર કેમ છે? તેજસ્વીએ અપરાધના વધતા આંકડા પર પણ પીએમ મોદીને સવાલ કરી પૂછ્યુ અને ડબલ એન્જિનની સરકાર પર હુમલો કર્યો હતો.

તેજસ્વીએ ટ્વીટ કર્યુ, આદરણીય પ્રધાનમંત્રી જી તે ન જણાવ્યું કે, ડબલ એન્જિન સરકારને કારણે બિહારનો બેરોજગારી દર 46.6 ટકા કેમ છે? બિહારના દર બીજા ઘરથી પલાયન કેમ થાય છે? NCRBના આંકડામાં બિહાર ગુનાઓમાં અવ્વલ કેમ છે? નીતિ પંચ અુસાર શિક્ષણ-સ્વાસ્થ્ય ક્ષેત્રોમાં બિહાર પાછળ કેમ છે?”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.