વેપારીઓને UPI કે ભારત QR કોડ ફરજિયાત આપવા RBIની સૂચના

ભારતમાં અત્યારે QR કોડથી પેમેન્ટના મામલે થોડી અરાજકતા ચાલી રહી છે. આપણે કોઈ પણ દુકાને સ્માર્ટફોનથી પેમેન્ટ કરવા જઇએ ત્યારે કાઉન્ટર પર 4-5 કંપનીનાં QR કોડ સ્ટીકરનાં પાટિયાં જોવા મળે છે.

આમાંના કેટલાક QR કોડ UPI આધારિત હોય છે. એટલે તેને સ્કેન કરીને તેમાં UPIની કોઈ પણ એપથી પેમેન્ટ થઈ શકે છે, પરંતુ કેટલાક QR કોડ જે તે મોબાઇલ વોલેટના હોય છે. આવા QR કોડ માત્ર એ નિશ્ચિત મોબાઇલ વોલેટથી જ સ્કેન કરીને તેનો ઉપયોગ કરી શકાય છે.

અત્યારે પેટીએમ, ફોન પે, ભારત પે અને ગૂગલ પે જેવી કંપનીઓ પોતપોતાની માલિકીના ઇન્ટરઓપરેબલ QR કોડ વેપારીઓને વહેંચી રહી છે. પરંતુ હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ની સૂચના અનુસાર માર્ચ 31, 2022થી તમામ કંપનીઓએ પોતાની માલિકીના QR કોડ્સને બદલે માત્ર UPI અથવા ભારત QR કોડ વેપારીઓને આપવાના રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.