શરદી-જુકામથી લઇને પેટની સમસ્યાઓમાં રામબાણ ઇલાજ છે લવિંગ

ગરમીની સીઝન જઇ રહી છે અને ઠંડી દસ્તક આપી રહી છે. વાતાવરણના બદલાવથી થતી બીમારીથી બચવા માટે પણ સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી કેટલીક પરેશાનીઓ હોય છે નાની પરંતુ નજરઅંદાજ કરવા પર ભારે પડી શકે છે. શું તમે જાણો છો કે કેટલીય બીમારીઓનું સમાધાન આપણા રસોડામાં જ હોય છે. મસાલા તરીકે ઉપયોગમાં લેવાતા લવિંગ કેટલીય બીમારીઓમાં ફાયદો પહોંચાડે છે. લવિંગ ઔષધિય ગુણોનો ખજાનો છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, ફૉસ્ફોરસ, પોટેશિયમ, આયર્ન, કાર્બોહાઇડ્રેટ્સ, સોડિયમ અને હાઇડ્રોક્લોરિક એસિડ મળી આવે છે. શરદી-જુકામથી લઇને કેટલાય પ્રકારની બીમારીઓમાં તેના ઉપયોગથી રાહત મળે છે.

શરદી-જુકામની સમસ્યા થવા પર મોંઢામાં લવિંગ રાખવાથી ઘણો આરામ મળે છે. શિયાળામાં આ શરીરમાં ગરમી લાવે છે. લવિંગને ચામાં નાંખીને પીવાથી પણ ફાયદો થાય છે. શિયાળાની સાથે ગળામાં થતાં દુખાવામાં પણ લવિંગ આરામ આપે છે.

પેટ સંબંધિત બીમારીઓમાં લવિંગ ખૂબ જ અસરકારક છે. અપચો, પેટમાં ગેસ અથવા તો કબજિયાતની સમસ્યાથી પીડિત લોકો માટે લવિંગ ઘણું ફાયદાકારક હોય છે. સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં લવિંગનાં તેલના ટીપાં નાંખીને પીવાથી ઘણો આરામ મળે છે.

કેટલાક લોકોને મોંઢામાં દુર્ગંધ આવવાની ફરિયાદ રહે છે, તેના માટે લવિંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. દરરોજ સવારે મોંઢામાં લવિંગ રાખવાથી દુર્ગંધ દૂર થાય છે. આ પ્રકારે એક મહિના સુધી કરવું ફાયદાકારક સાબિત થશે. ઘણીવાર લોકો નોનવેજ ખાદ્યા બાદ અથવા સિગરેટ-દારૂની દુર્ગંધ દૂર કરવા માટે પણ લવિંગ ચાવે છે.

જે લોકોના વાળ ખરે છે અથવા તો શુષ્ક પડી ગયા છે તે લોકો લવિંગમાંથી બનાવેલ કન્ડીશનરનો ઉપયોગ કરી શકે છે. વાળને લાંબા અને ભરાવદાર બનાવવા માટે પણ લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. લવિંગને થોડાક પાણીમાં ગરમ કરીને વાળ ધોવાથી વાળ ભરાવદાર અને મજબૂત થાય છે. કોઇ પણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ઘરેલૂ નુસ્ખાઓનો ઉપયોગ કરતાં પહેલાં ડૉક્ટર અથવા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.