રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 875 કેસ, 4ના મોત, 1004 દર્દીઓ થયાં સ્વસ્થ

દેશ અને દુનિયામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોના આંકડા રાહત આપનારા તો છે જ પરંતુ સાથે સાથે ડરામણાં પણ છે. આ સાથે જ કોરોના રિકવરી રેટ 90%ને પાર થયો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 875 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1004 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 04 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3728 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,58,251 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,880 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 61,57,811 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે.

આજે નોંધાયેલા કુલ 875 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 157 અને જિલ્લામાં 49 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 156 અને જિલ્લામાં 21 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 70 અને જિલ્લામાં 40 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 36 અને જિલ્લામાં 06 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 58 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 12,642 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,58,251 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3728 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 90.60% છે.

લગ્ન સમારોહમાં 200 મહેમાનની છૂટ

કોરોનાને લઇને લોકડાઉન બાદ અનલોકમાં સરકાર નિયમોમાં સમયાંતરે છૂટછૂટ આપવામાં આવી રહીં છે. ત્યારે રાજ્ય સરકારે લગ્નને લઇને નિયમમાં છૂટછાટ આપી છે. સરકારે લગ્ન સમારોહમાં 200 લોકોને ઉપસ્થિતિ રહેવાની છૂટ આપી છે. નોંધનીય છે કે, આ પહેલા લગ્નમાં ફક્ત 100 લોકો જ ઉપસ્થિત રહી શકે તેવો નિયમ હતો. પરંતુ હવે CM રૂપાણીએ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ 100ને બદલે 200 લોકોની છૂટ આપી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.