KBCમાં હિન્દુઓની લાગણી દુભાવવા બદલ મહાનાયક સામે પોલીસમાં ફરિયાદ

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો કોન બનેગા કરોડપતિ શો ફરી વિવાદમાં આવી ગયો છે.

કેબીસીના સ્પર્ધકને હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય તેવો સવાલ પૂછવા બદલ અમિતાભ સામે ભાજપના ધારાસભ્યે મહારાષ્ટ્રના લાતુરમાં પોલીસ સમક્ષ ફરિયાદ કરી છે.જોકે પોલીસે હજી સુધી આ ફરિયાદને એફઆઈઆર તરીકે રજિસ્ટર કરી નથી.

ધારાસભ્ય અભિમન્યુ પુઆરે કહ્યુ હતુ કે, કેબીસીમાં અ્મિતાભે સ્પર્ધકને સવાલ પૂછ્યો હતો કે, 25 ડિસેમ્બર, 1927ના રોજ ડો.આંબેડકર અને તેમના સમર્થકોએ કયા ધર્મગ્રંથની નકલને સળગાવી હતી.

અમિતાભે જવાબ માટે ચાર ઓપ્શન આપ્યા હતા .જેમાં વિષ્ણુ પુરાણ, શ્રીમદ ભગવદ ગીતા, ઋગવેદ અને મનુ સ્મૃતિનો સમાવેશ થયો હતો.ભાજપના ધારાસભ્યના કહેવા પ્રમાણે આ ચારે ઓપ્શન હિન્દુ ગ્રંથ સાથે જોડાયેલા હતા.જો તેમનો ઈરાદો સાફ હતો તો ચાર અલગ અલગ ધર્મના ગ્રંથના નામ ઓપ્શન તરીકે આપવાના હતા પણ માત્ર હિન્દુ ગ્રંથોનો જ તેમાં ઉલ્લેખ કરાયો હતો.અમિતાભે આવુ કરીને હિન્દુ ધર્મની લાગણી દુભાવી છે.અમિતાભ અને સોની ટીવીએ હિન્દુઓ અને બૌધ્ધો વચ્ચ ખાઈ પેદા કરવાની કોશિશ કરી છે.

ધારાસભ્યનો એવો પણ આરોપ છે કે, આ એક પૂર્વયોજીત ષડયંત્ર છે અને તેના ભાગરુપે સવાલનો સમાવેશ કરાયો હતો.જેથી સાંપ્રદાયિક માહોલને બગાડી શકાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.