કોરોનાની ગતી ધીમી પડી, નવા 36000 સાથે કુલ કેસ 82.63 લાખ

– 24 કલાકમાં 56 હજાર સાથે કુલ 75.97 લાખ સાજા થયા

ભારતમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે. એક સમયે 90 હજારથી વધુ કેસ દરરોજ સામે આવી રહ્યા હતા હવે તે આંકડો ઘટીને 40 હજારની અંદર પહોંચી ગયો છે. ગત છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36178 કેસો સામે આવ્યા છે. જે સાથે જ કુલ કેસોની સંખ્યા 82.63 લાખને પાર પહોંચી ગઇ છે. જ્યારે વધુ 408 લોકોના મોત સાથે મૃત્યુઆંક 123022 પર પહોંચ્યો છે.

બીજી તરફ 24 કલાકમાં જ 56558 લોકોને સાજા કરી લેવામાં આવ્યા છે, જેને પગલે કુલ સાજા થયેલાની સંખ્યા 76 લાખ નજીક પહોંચી ગઇ છે. જેને પગલે રીકવરીમાં હવે ભારત ટોચના સૃથાને પહોંચી ગયું છે. હાલ ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા 561908 છે. બીજી તરફ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવારની ગતી વધારી દેવામાં આવી છે.

જોકે કેટલાક રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા એટલી છે કે હવે વેન્ટીલેટર અને બેડની અછત પણ ઉભી થઇ શકે છે. જેમ કે દિલ્હીમાં હાલ વેન્ટીલેટર સાથે આઇસીયુના 1244 બેડ તેમાંથી માત્ર 394 જ ખાલી છે. જેને પગલે દિલ્હીમાં હાલ તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકોને સાવચેત રહેવાની સલાહ અપાઇ રહી છે. અન્ય રાજ્યોમાં પણ કોરોના મહામારી તહેવારોમાં ફેલાય નહીં તે હેતુથી લોકડાઉનના કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

બીજી તરફ કોરોના મહામારી વચ્ચે લોકોની માનસિક સિૃથતિ પર પણ અસર થઇ રહી છે જેની નોંધ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા લેવામાં આવી છે. કોરોના મહામારી વધતી ગઇ તેમ તેમ ડિપ્રેશનના કેસો પણ વધ્યા. દરમિયાન કોરોનાની અસર નેતાઓ પર પણ વધવા લાગી હતી, આસામના પૂર્વ મુખ્ય પ્રધાન તરૂણ ગોગોઇને કોરોના થયો હતો,

જોકે તેઓ સાજા થઇ ગયા હતા પણ હવે તેમની સિૃથતિ ખરાબ છે જેને પગલે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 86 વર્ષીય ગોગોઇને હાલ ફરી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે અને તેમનો કોરોના ટેસ્ટ ફરી કરવામાં આવી રહ્યો છે. ઓડિશાના રાજ્યપાલ ગણેશી લાલ અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને પગલે તેમને સારવાર અપાઇ રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.