ચેન્નાઈના કંગાળ દેખાવ બાદ વોટસનની IPLને પણ અલવિદા

વર્તમાન આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કંગાળ પ્રદર્શન બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોટસને આઈપીએલમાંથી પણ સન્યાસ લેવાની જાહેરાત કરી છે.

વોટ્સને ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી અને કહ્યુ હતુ કે, નિવૃત્તિ લેવાનો નિર્ણય બહુ મુશ્કેલ છે પણ તેના પર અમલ કરવાની હું કોશિશ કરીશ.આઈપીએલમાં રમવાનુ સ્વપન સાકાર થવા બદલ હું તમામનો આભારી છું.

આ પહેલા વોટસન 2018માં આંતરરાષ્ટ્રિય ક્રિકેટને અલવિદા કહી ચુક્યો છે અને હવે તેણે આઈપીએલમાંથી પણ નિવૃત્તિ જાહેર કરતા તે કદાચ મેદાન પર ફરી જોવા નહીં મળે.2018માં ચેન્નાઈ સાથે જોડાતા પહેલા વોટસન રાજસ્થાન રોયલ્સ અને બેંગ્લોરની ટીમમાંથી પણ રમી ચુક્યો છે.2018માં જ વોટસને ધમાકેદાર સદી ફટકારીને આઈપીએલ ફાઈનલમાં ચેન્નાઈને જીતાડ્યુ હતુ.

વોટસન આઈપીએલમાં 145 મેચ રમી ચુક્યો છે અને ચેન્નાઈ માટે તે 43 મેચ રમ્યો છે.આ વખતે જોકે વોટસન માટે સિરિઝ નિરાશાજનક રહી છે.પંજાબ સામેની મેચમાં 83 રનની ઈનિંગને બાદ કરતા વોટ્સન ચેન્નાઈને સારી શરુઆત અપાવી શક્યો નહોતો.

જોકે વોટસન ભવિષ્યમાં ચેન્નાઈના સપોર્ટ સ્ટાફનો હિસ્સો બની શકે છે.કારણકે વોટસનનુ ચેન્નાઈના કેપ્ટન ધોની સાથે સારુ ટ્યુનિંગ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.