પીએમ મોદીએ દર વર્ષે બે કરોડ નોકરીનો વાયદો કર્યો હતો, ક્યાં છે નોકરીઓ?: રાહુલ ગાંધી

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહાર વિધાનસભામાં ચૂંટણી પ્રચારના ભાગરુપે આજે બે રેલીઓને સંબોધિત કરી હતી.

આ રેલીમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી અને મુખ્યમંત્રી નિતિશ કુમારને સંબોધીને સવાલો ઉઠાવ્યા હતા.રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, 6 વર્ષ પહેલા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, દર વર્ષે બે કરોડ લોકોને રોજગાર અપાવીશ , ક્યાં છે નોકરીઓ …નીતિશ કુમારે પણ કહ્યુ હતુ કે, બિહારને બદલી નાંખીશ તો શું બિહાર બદલાયુ…

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, નોટબંધી વખતે તમે લાઈનમાં ઉભા હતા.તે વખતે કાળુ નાણુ જમા કરનાર કે કોઈ અબજપતિ લાઈનમાં ઉભો નહોતો.પીએમ મોદી કહે છે કે, મેં ખેડૂતોને આઝાદી આપી છે પણ બિહારનો ખેડૂત કેવી રીતે પોતાનો પાક વેચવા જશે, બિહારમાં રસ્તા ક્યાં છે …..

તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદીએ નોટબંધી જેવુ જ લોકડાઉન લાગુ કરી દીધુ હતુ.વગર વિચારે લીધેલા નિર્ણયના કારણે લાખો મજૂરોને પગપાળા ઘરે જવુ પડ્યુ હતુ.છેલ્લા પાંચ વર્ષમાં નિતિશ કુમારે બિહાર માટે કશું કર્યુ નથી.અમારી સરકાર દરેક જાતિ, વર્ગ અને ધર્મની સરકાર હશે.

બિહારમાં સાત નવેમ્બરે અંતિમ તબક્કા માટે મતદાન થવાનુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.