એક્ટ્રેસ કંગના સામે જાવેદ અખ્તરે કર્યો માનહાનિનો દાવો, કંગનાએ આપ્યો આવો જવાબ

બોલીવૂડના જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે એક્ટ્રેસ કંગના રનૌત સામે માનહાનિનો દાવો કર્યો છે.

કંગનાએ જાવેદ અક્તર પર ધમકી આપવાનો આરોપ મુક્યો હતો અને બીજા ચોંકાવનારા આક્ષેપ મીડિયા સાથેની વાતચીતમાં કર્યા હતા.એ પછી જાવેદ અખ્તરે પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો કંગના પર આરોપ મુકીને કેસ કર્યો છે.

જોકે કંગનાના આક્રમક તેવર યથાવત છે.કંગનાએ તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, એક સિંહણ હતી અને એક વરુઓનુ ઝુંડ હતુ.કંગનાએ આ જવાબ આપવાની સાથે સાથે શિવસેના પ્રવક્તા સંજય રાઉતનુ એક ટ્વિટ પણ શેર કર્યુ છે.જેમાં રાઉતે લખ્યુ છે કે, જાવેદ અખ્તરે મુંબઈની મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, કંગનાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યુ હતુ કે, ઋતિક સાથેના મારા ઝઘડા વખતે જાવેદ અખ્તરે મને સલાહ આપી હતી કે, રાકેશ રોશન અને તેમનો રિવાર મોટા લોકો છે અને હું જો માફી નહીં માગું તો તેઓ મને ક્યાંયની નહીં રહેવા દે અને જેલમાં ધકેલી દેશે.પણ જ્યારે મેં તેમની સલાહ માનવાનો ઈનકાર કરી દીધો હતો ત્યારે જાવેદ અખ્તરે મારા પર બૂમો પાડી હતી અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

જોકે જાવેદ અખ્તરને કંગનાનુ નિવેદન પસંદ આવ્યુ નથી અને હવે તેમણે કંગના સામે કાનૂની લડાઈ લડવાની જાહેરાત કરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.