મતગણતરીમાં ગોટાળા થયા છે, હું સુપ્રિમ કોર્ટમાં જવાનો છું: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકામાં મત ગણતરી ચાલી રહી છે અને બીજી તરફ ટ્રમ્પે એ પહેલા જ પોતાની જીતનુ એલાન કરી લીધુ છે.એટલુ જ નહી હરિફ ઉમેદવાર જો બિડેન પર મતગણતરીમાં ગોટાળા કરવાનો આરોપ લગાવ્યો છે.

ટ્રમ્પે મીડિયાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, ચૂંટણીના પરિણામો આશ્ચર્યજનક હશે.અમે જેવી આશા કરી રહ્યા છે તેવી જ જીત મળાની છે.અમે ટેક્સાસ, નોર્થ કેરોલિના અને જ્યોર્જિયા રાજ્યમાં જીત મેળવી છે.પેન્સિલવેનિયા રાજ્યમાં પણ આપણે જીતી રહ્યા છે.મિશગન રાજ્યમાં પણ આપણે જીતવાના છે અને સ્પષ્ટ કહુ તો અમે ચૂંટણી જીતી ચુક્યા છે.બિડેન જાણે છે કે તેઓ હારી રહ્યા છે અને એટલે કોર્ટ જવાની તૈયારી કરી રહ્યા છે.

ટ્રમ્પે જો બિડેન પર વોટિંગમાં ગોટાળા કરવાનો આરોપ મુકીને કહ્યુ હતુ કે, પેન્સિલવેનિયામાં આખી રાત ગણતરી કેમ ચાલુ રહી છે..અમે આ બાબતને લઈને સુપ્રીમ કોર્ટમાં જવાના છે.હું અમેરિકન લોકોનો આભાર માનુ છું ,લાખો લોકોએ અમારા માટે વોટિંગ કર્યુ છે.કેટલાક લોકો અમારા વોટર્સને પ્રભાવિત કરવા માંગે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.