CAA વિરૂદ્ધ દેખાવો કરનારાની સંપત્તિ જપ્ત થશે, ઉત્તર પ્રદેશ સરકારે આઠ ઘરો પર નોટિસ ફટકારી

– પોલીસે કુલ 27 જણ સામે હિંસા ભડકાવવાનો આક્ષેપ કરેલો

નાગરિકતા અંગેના નવા કાયદા (CAA) વિરુદ્ધ દેખાવો અને હિંસા કરનારા લોકોની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય ઉત્તર પ્રદેશની સરકારે કર્યો હતો. આ કાયદા વિરોધી આંદોલન વખતે હિંસા ભડકાવવાના પ્રયાસો કર્યાના આક્ષેપો જેમની સામે છે એવા આઠ જણના મકાનો પર રાજ્ય સરકારે નોટિસ ફટકારી હતી.

લખનઉ પોલીસે કુલ 27 જણ સામે હિંસા ભડકાવવાનો કેસ નોંધ્યો હતો. આ લોકોએ સતખંડ પોલીસ સ્ટેશનને આગ લગાડી હતી. આ આઠે જણ સામે ગેંગસ્ટર એક્ટ અને યુએપીએ (અનલૉફૂલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ કેસ નોંધાયેલા છે અને આ આઠે જણ ફરાર જાહેર થયેલા છે. આ વર્ષના માર્ચમાં આ લોકો સામે હિંસા ભડકાવવાના આરોપ નોંધાયા હતા. કુલ 27 જણ સામે આરોપ મૂકાયા હતા.

એમાંના સાત જણે પોતાની ધરપકડ સામે સ્થાનિક કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા હતા. 11ની ધરપકડ થઇ હતી અને બાકીના આઠ જણ નાસતા ફરતા હતા. એક પોલીસ અધિકારીએ કહ્યું કે હવે અમે સીઆરપીસી (ક્રીમીનલ પ્રોસિજર ક઼ોડ)ના નિયમો મુજબ કોર્ટમાં જઇને આ લોકોન સંપત્તિ કબજે કરી લેવાના અધિકાર મેળવશું અને તેમની સંપત્તિ જપ્ત કરી લેશું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.