જાણો, કઇ બાબતો ભારતમાં કોરોનાની બીજી લહેરને અટકાવી શકે છે?

અમેરિકા અને યૂરોપમાં કોરોનાની બીજી લહેર આવી ચુકી છે. તાજેતરમાં નીતિ આયોગના વીકે પૉલે ઠંડીમાં ભારતમાં પણ કોરોનાની બીજી લહેર આવવાની શક્યતાઓ જણાવી છે. એક શોધમાં કહેવામાં આવ્યું છે કે બીજી લહેર પ્રથમ લહેરથી વધારે જોખમી સાબિત થઇ શકે છે. એવામાં જાણો કે આપણે દેશમાં કોરોનાની બીજી લહેરને કેવી રીતે રોકી શકીએ છીએ અથવા તેના ફેલાવાની ઝડપ કેવી રીતે ઘટાડી શકીએ છીએ.

અમેરિકાના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ફંન્ડ ઇન્ફેક્શંસ ડિસીઝના ડાયરેક્ટર અન્ટોની ફૌસીનું કહેવું છે કે આપણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ. બીજી લહેર આવ્યા બાદ પૉઝિટિવ આવનાર લોકોની સંખ્યા વધી રહી છે. આપણે તેને ફેલાતાં અટકાવવું પડશે. અન્ટોની ફૌસી અનુસાર, આ તમામ વચ્ચે સારી વાત એ છે કે આપણે કોરોના વાયરસના કેસને વધતાં ઓછા કરી શકીએ છીએ. તેના માટે લોકડાઉનની જરૂરત નથી, માત્ર વિવેકપૂર્ણ, સાવધાની અને ગંભીર સાર્વજનિક સ્વાસ્થ્ય સંબંધિત વિચારથી આપણે આમ કરી શકીએ છીએ. આપણે માત્ર આ સામાન્ય વાતોનું હંમેશા ધ્યાન રાખવું જોઇએ.

1. માસ્ક હંમેશા પહેરો

શોધ રિપોર્ટથી સ્પષ્ટ છે કે જે જગ્યાઓ પર માસ્ક પહેરવું અનિવાર્ય કરવામાં આવ્યું છે ત્યાં કોવિડ-19 કંટ્રોલમાં છે. જ્યારે 50 ટકાથી 80 ટકા લોકો માસ્ક પહેરે છે તો તે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. યાદ રાખો કે હવે આપણે માસ્ક પહેરવાની આદત રાખવાની છે વેક્સીન આવ્યા પછી પણ.

2. શારીરિક અંતર 

ઘરમાંથી બહાર નિકળતા જ શારીરિક અંતરના નિયમોનું પાલન કરો. આ કમ્યુનિટી સ્પ્રેડને અટકાવવા માટે ખૂબ જ જરૂરી છે. અજાણ લોકોથી ઓછામાં ઓછું 6 ફૂટ અંતર રાખો.

3. ભીડમાં ન જશો

ભીડવાળી જગ્યાઓ કોરોના માટે સુપર સ્પ્રેડર જગ્યા બની જાય છે. આ જગ્યાઓ પર વધારે લોકો બચાવ માટેના જરૂરી નિયમ જેવા કે માસ્ક લગાવવાનું પાલન કરતાં નથી. ભારતમાં આ તહેવારની સીઝન છે. એટલા માટે તમારે યાદ રાખવું જરૂરી છે કે ભીડમાં જવાનું નથી. યાદ રાખવાનું છે કે આ પ્રથમ શિયાળાની ઋતુ છે જે મહામારી દરમિયાન આવી છે.

4. લોકોને ઇન્ડોર ન મળશો

જે લોકોની સાથે તમે ઘરમાં રહો છો તેમના સિવાય અન્ય કોઇને ઘરની અંદર ન મળશો. ત્યારે જિમ, બાર અને રેસ્ટોરન્ટમાં પણ લોકોની સાથે મળવાનું ટાળો, કારણ કે ઇન્ડૉર સ્પેસમાં કોરોના સંક્રમણ ઝડપથી થાય છે. ખાસકરીને ત્યારે જ્યારે વેન્ટિલેશન સારું ન હોય અને તમે માસ્ક પણ ન પહેરી રાખ્યું હોય.

5. હાથ સતત અને સારી રીતે ધોતાં રહો

આ કોરોના વાયરસના પ્રસારને રોકવામાં ઘણું મદદરૂપ છે. અને ઓછામાં ઓછા 60 ટકા આલ્કોહોલ ધરાવતું સેનિટાઇઝર જ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ જ્યારે પણ શક્ય હોય ત્યારે પોતાના હાથને ધોવા સૌથી સારો વિકલ્પ હોય છે.

બીજી લહેર કેમ જોખમી? 

નિષ્ણાંતોનું કહેવું છે કે મ્યૂટેશનથી વાયરસ સતત રૂપ બદલી રહ્યું છે. એક શોધ દરમિયાન જોવા મળ્યું છે કે હ્યૂસ્ટન અને તેની આસપાસ કોરોના વાયરસની બીજી લહેરમાં લગભગ 1000 કોરોના કેસમાંથી 99 ટકામાં વાયરસ D614G મ્યૂટેશન મળી આવ્યું. જેનાથી કોરોનાની બીજી લહેરને લઇને ચિંતાઓ વધી ગઇ છે.

ભારતના આંકડા

સંક્રમણના કેસમાં વિશ્વમાં બીજા સ્થાન પર ભારત છે. અહીં સંક્રમણના કેસ લગભગ 80 લાખ છે અને મૃત્યુ પામનારની સંખ્યા પણ એક લાખ 19 હજારથી વધારે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.